મોરબીમાં બે તબબકામાં વિનામૂલ્યે વિકલાંગ કેમ્પ અને ટ્રાઇસીકલ વિતરણ

- text


મોરબી: ભારત વિકાસ પરિષદ-મોરબી ,અર્પણ ફાઉન્ડેશન રાજકોટ તથા ઇન્ડિયન ફોર ક્લેક્ટિવ એક્શન કેલિફોર્નિયા(અમેરિકા) દ્વારા એક દોડ દિવ્યગતા તરફના સુત્ર હેઠળ આગામી સમયમાં બે તબક્કામાં વિનામુલ્યે વિકલાંગ કેમ્પ તથા ટ્રાંઇસીકલ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં કુત્રિમ હાથ , કુત્રિમ પગ, કેલિપર્સ, ઘોડી વોકિંગ સ્ટિક અને ટ્રાંઇસીકલ સહિતના સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવનાર છે.જેમાં તા.16 ડિસેમ્બર સવારે 8 વાગ્યે પટેલ કન્યા છાત્રાલય મોરબી ખાતે પ્રથમ તબબકામાં ડોક્ટર દ્વારા માપ લેવામાં આવશે.

બીજા તબબકામાં તા.6 જાન્યુઆરીને સવારે 8 વાગ્યે પટેલ કન્યા છાત્રાલય મોરબી ખાતે ડોક્ટર દ્વારા સૂચિત સાધનોનું વિતરણ અને જોડાણ કરવામાં આવશે. આ કાર્યક્રમનો સમગ્ર ગુજરાતના દિવ્યાંગો લાભ લઇ શકશે.

- text

આ કાર્યક્રમને સફળ બનાવવા રવિન્દ્રભાઈ ત્રિવેદી, ડો.મનુભાઈ કૈલા ,હરેશભાઇ બોપલીયા, ડો.પનારા, પંકજભાઈ ફેફર વિશાલભાઈ બરાસરા, ચેતનભાઈ સાણંદીયા ચિરાગભાઈ હોથી સહિતની ટિમ ભારે જહેમત ઉઠાવી રહી છે.વધુ વિગતો માટે મનોજભાઈ ભટ્ટ 9909209484,પરેશભાઈ મિયાત્રા 9879880050,દિલીપભાઈ પરમાર 9879910715, ડો.જયેશભાઇ પનારા 9825621214, યોગેશભાઈ જોશી 9033952224 પર સંપર્ક કરવો.

 

- text