મોરબીના વોર્ડ નં .૧૧માં રોડના કામમાં ભ્રષ્ટાચાર : ૬ માસમાં જ રોડ તુટ્યા

- text


ખુદ કોંગી કાઉન્સીલરનો પાલિકાના શાસક પક્ષ કોંગ્રેસ સામે આક્ષેપ : રોડના કામની વિજીલન્સ તપાસની માંગ

મોરબી:મોરબીના વોર્ડ નં .૧૧માં ૬ માસમાં જ નવા બનાવાયેલા રોડ ભંગારમાં ફેરવાય જતા આ રોડના નબળા કામમાં બેફામ ભ્રષ્ટાચાર થયાનો ખૂદ કોંગી કાઉન્સીલરે પાલિકાના શાસકપક્ષે કોગ્રેસ સામે આક્ષેપ કરી આ મામલો વિજિલન્સ કમિશનરને રજૂઆત કરીને વોર્ડ ન ,૧૧માં રોડના ન બળા કામની વિજિલન્સ તપાસ કરાવવાની માંગ કરી છે.

મોરબી પાલિકાના વોર્ડ નં.૧૧ના કોંગ્રેસના કાઉન્સીલર અરજણભાઈ કંઝારીયાએ વિજીલન્સ કમીશનરને રજૂઆત કરી હતી કે ,તેમના વોર્ડ નં .૧૧ના વિસ્તાર માં મોર ભગતની વાડી એપોલોથી ગોકુળનગર સુધીનો રોડ ,ગોકળદાસ પ્રાગજી જીન પાસેથી મીતેશ્વર મહાદેવ સુધીનો રસ્તો,શનાળાથી જી .ઈ .બી .સુધીનો રોડ, આનંદનગરનો રોડ, કેનાલથી શામળીયા શિયાળની વાડી સુધીનો રોડ ,મહાવીરનગરનો રોડ , પંચાસર ચોકડી પાસેથી દાણીની વાડીનો રોડ,ભગવતી હોલ પાસેનો રોડ,વાવડી રોડ ઉપર વિશ્વામવની વાડી ,વાઘાણીની વાડી , જેપુરીયાની વાડી વગેરેના રોડ તથા ધુતારી ઉપર બનેલા નાલાનું કામ મોરબી નગર પાલિકાદ્વારા કરવામાં આવ્યું હતું .પરંતુ છ મહિનામાં આ રોડ તુટી ગયા છે.આ રોડનું કામ નબળું થતું હતું ત્યારે તેમણે નગરપાલિકા તંત્ર કોન્ટ્રાક્ટરોને ધ્યાન આપીને રોડ નું વ્યવસ્થિત કામ કરવાની તાકીદ કરી હતી.તેમ છતાં ધ્યાન ન દેતા ભ્રષ્ટાચાર કરીને રોડનું નબળું કામ કરાયું હોવાથી છ મહિનામાં આ રોડ પર ભ્રષ્ટાચારના પોપડા ઉખડી ગયા છે.

- text

વોર્ડ નં .૧૧ માં રોડના નબળા કામ થવાથી સરકારની ગ્રાન્ટ ગઈ છે .અને લાખો રૂપીયાનો રોડના કામો માં થયેલો ખર્ચ પાણીમાં ગયો હોવાનું તેમણે જણાવ્યું હતું .સરકારને નુકશાની ભોગવવાની સાથે પ્રજાની પીડા પણ યથાવત રહી છે .તેથી આ રસ્તાના તકલાદી કામ કરનાર પાલિકાના જવાબદાર અધિકરીઓ કર્મચારીઓ તથા હોદેદારો સામે તકેદારી પંચ દ્વારા યોગ્ય તપાસ કરીને તેમનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડીને આ અંગે કડક કાર્યવાહી કરવાની તેમણે માંગ ઉઠાવી છે.

file photo

- text