મંદી આવી હો ! મોરબીમાં લોન્ડ્રીની દુકાનમાં રમનું વેચાણ

- text


શિયાળાનું આગમન થતા કપડાં ઈસ્ત્રી કરવાની સાથે ઓલ્ડ મંક ત્રિપલ એક્સ રમનું વેચાણ ચાલુ કર્યું : પોલીસે રમ ખરીદનારા ચારના નામ ખોલ્યા ?

મોરબી : સિરામિક નગરી મોરબીમાં આમ તો બેકારી કે મંદી નથી પરંતુ જાજુ કમાવાની લાલચમાં સીધા રસ્તે કમાણી કરવાને બદલે માર્ગ ભટકી ગોરખ ધંધા કરવામાં આવતા હોવાના અનેક કિસ્સા બનતા હોય છે આવા જ એક કિસ્સામાં મોરબી પોલીસે લોન્ડ્રીની દુકાનમાં રમનુ વેચાણ કરતા બે શખ્સોને રંગે હાથ ઝડપી લઈ રમનો જથ્થો આપનાર અને લોન્ડ્રીની દુકાનેથી રમ ખરીદનારાઓના નામ ખોલવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text

મોરબી પોલીસે ગઈકાલે સત્યમ પાન વાળી શેરી, હરભોલે ડેરી સામે અલંકાર પાવર લોન્ડ્રીમાં બાતમીને આધારે રેડ કરતા કમલેશ રમેશભાઇ સોનગ્રા ઉ.વ.૨૩ રહે.મોરબી સત્યમપાન વાળી શેરી હરભોલે ડેરી સામે મોરબી,મુળ રહે.ધ્રાંગધ્રા સોની તલાવડી તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર અને વિજયસિંહ હઠીસિંહ પઢીયાર/દરબાર ઉ.વ.૨૪ રહે.મોરબી વીસીપરા અમરેલી રોડ, ભવાનીનગર તા.જી.મોરબી મુળ રહે.છાડુળા તા.નલીયા જી.કચ્છ –ભુજવાળાને ભારતીય બનાવટના પરપ્રાંતિય ઓલ્ડ મંક થ્રિએક્સ રમની ૭૫૦ મીલી.ની પ્લાસ્ટીકની કંપનીશીલપેક બોટલ નંગ ૯ કી.રૂ.૨૭૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ દારૂનો આ જથ્થો આપનાર નઇમ ઉર્ફે રીયાઝ મેમણ રહે.ધ્રાંગધ્રા વાળાનું નામ ખોલી સપ્લાયરને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

બીજીતરફ આ ચકચારી રમ દારૂ પકડાવા મામલે પોલીસે બન્ને આરોપીઓની કડક પૂછપરછ કરતા રમના જથ્થામાંથી ચારેક બોટલ શોખીનોને વેચી હોવાની કબૂલાત આપતા પોલીસે શિયાળાની ઠંડી ઉડાડવા રમ ખરીદરનારાઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હોવાનું અત્યંત સુમાહિતગાર વર્તુળો જણાવી રહ્યા છે.

- text