મોરબી જિલ્લા સેવાસદનની સામે જ ગંદકીના ગંજ

- text


સ્થાનિક રહેવાસી ધ્રુવ સવાડીયાએ ટ્વિટરથી મુખ્યમંત્રી અને સ્થાનિક તંત્રને ફરિયાદ કરી

મોરબી : મોરબી જિલ્લા સેવાસદનની સામેના જ વિસ્તારોમાં ગંદકીના ગંજ ખડકાયા છે. તેથી સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આથી સ્થાનિકો રહેવાસી ધ્રુવ સવાડીયાએ આ મામલે મુખ્યમંત્રી અને સ્થાનિક તંત્ર ને ટ્વિટરથી ફરિયાદ કરીને આ સમયના ઉકેલની માંગ કરી છે.

- text

મોરબીના સામાકાંઠે સો ઓરડી રોડ પર આવેલા મોરબી જીલ્લા સેવા સદનની સામે ગંદકીએ માજા મૂકી છે. આ મામલે ધ્રુવ સવાડીયાએ ટ્વિટરથી મુખ્યમંત્રી અને સ્થાનિક તંત્રને ફરિયાદ કરી છે કે મોરબી જીલ્લા સેવા સદનની સામના વિસ્તારમાં બેસુમાર ગંદકી ફેલાય રહી છે. જેમાં રસ્તા વચ્ચોવચ્ચ જ ઉકરડો ઢોરનો ત્રાસ 5 વર્ષથી બંધ પડેલ શૌચાલય અને સ્ટ્રીટ લાઇટ સહિતની સમસ્યા ને કારણે સ્થાનિક લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે તેથી ગંદકી સહિતના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવવાની માંગ કરી છે.

 

- text