મોરબીમાં વધુ ૪૦ ટ્રાફિક બ્રિગેડ સ્ટાફની ભરતી કરાશે

- text


ટ્રાફિક સમસ્યા નિવારવા મોરબીમાં ૩૦ અને હળવદમાં ૧૦ ટ્રાફિક બ્રિગેડ સ્ટાફની ભરતી કરાશે

મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં ટ્રાફિક સમસ્યા નિવારવા જિલ્લા પોલીસવડા દ્વારા ટ્રાફિક બ્રિગેડની સંખ્યામાં વધારો કરવા લીલીઝંડી આપતા મોરબીમાં ૩૦ અને હળવદમાં ૧૦ મહિલા – પુરુષ ટ્રાફિક બ્રિગેડ સ્ટાફની ભરતી કરવામાં આવશે.

પ્રાપ્ત વિગતો મુજબ ઔધોગિક વિકાસની હરણફાળ ભરી રહેલ મોરબી જિલ્લામાં ટ્રાફિક સમસ્યા વકરી રહી હોય જીલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલા દ્વારા મોરબીમાં વધારાના ૩૦ અને હળવદમાં પણ ટ્રાફિક સમસ્યા સર્જવાનું શરૂ થતાં પ્રથમ વખત જ ૧૦ ટ્રાફિક બ્રિગેડની ભરતી કરવા નક્કી કર્યું છે.

- text

વધુમાં ટ્રાફિક બ્રિગેડની નવી ભરતી બાદ મોરબીમાં ૯૮, હળવદમાં ૧૦ અને વાંકાનેરમાં ૧૫ મળી જિલ્લામાં ટ્રાફિક બ્રિગેડ સ્ટાફની કુલ સંખ્યા ૧૨૩ થશે.

મોરબી શહેર અને હળવદમાં ટ્રાફિક બ્રિગેડમાં જોડાવા ઇચ્છતા યુવક – યુવતીઓએ ટ્રાફિક શાખા, જિલ્લા પોલીસવડા કચેરી કમ્પાઉન્ડનો લેખિત અરજી સાથે તા. 27/11/2018 સુધી માં સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text