વાંકાનેરમાં ફટાકડા ફૂટતા ત્રણ ભેંસો દાઝી

- text


ચંદ્રપુરમાં ફુટેલ ફટાકડો ભેંસ બાંધવાના વાડામાં આવતા દુર્ઘટના સર્જાઈ

વાંકાનેર : વાંકાનેર નજીકના ચંદ્રપુરમાં ગતરાત્રીના ફટાકડાને કારણે ભેંસ બાંધવાના વાડામાં આગ લાગતા ત્રણ ભેંસો ગંભીર રીતે દાઝી ગઈ હતી જો,કે સદનસીબે ભેંસના માલિક એવા ખેડૂતને આગની ઘટનાનો તુરત જ ખ્યાલ આવી જતા મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં બચી હતી.આગને કારણે ભેસ બાંધવાનો વાડો, માંડવો અને નિરણ બાળીને ભડથું થઈ ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલ ચંદ્રપુરમાં ખેડૂત ઉસ્માન ફતે પટેલના વાડામાં તેમના પશુઓને છાયા માટે બનાવેલ માંડવામાં રાત્રીના ફુટેલ ફટાકડો આવીને પડતા આગ લાગી હતી આ માંડવા નીચે ભેસો બાધેલ હતી અને નીચે ભેંસને બેસવા માટે પથારી પણ હોવાથી માંડવા અને પથારીમાં આગ લાગતા 3 ભેસ ગંભીર રીતે દાઝી ગઇ હતી. જો કે ઘટનાની જાણ થતા આજુબાજુ ના લોકો પણ દોડી આવ્યા હતા અને પાણી છાંટીને આગ ઓલવી હતી ત્યાં સુધીમાં 3 ભેંસ ઘણી દાઝી ગઇ હતી પરંતુ તેમની જાન બચી ગઇ હતી.

- text

આ આગના બનાવની જાણ થતાં વાંકાનેર મામલતદાર ઓફિસ સ્ટાફ, તાલુકા પંચાયત ઓફિસ સ્ટાફ અને વાંકાનેર ધારાસભ્ય મહંમદ જાવીદ પીરઝાદા એ બનાવ સ્થળની મુલાકાત લીધી હતી, આમ દિવાળીનો ઉત્સવ ઉજવવા અને પોતાનો શોખ પૂરો કરવા માટે ફોળવામાં આવતા ફટાકડા દ્વારા કોઈની જાન પણ જઈ શકે છે આગજનીના અનેક બનાવો બને છે ત્યારે દરેક ફટાકડા પ્રેમીઓને વિનંતી કે તમારા શોખ માટે કોઈને ભારે નુકશાન કે કોઈની જાન ન જાય તેની ખાસ તકેદારી લેવી જોઇએ.

- text