મોરબીના પાનેલી ગામે તળાવમાં ઝેરી કેમિકલ ઠલવાતા ગ્રામજનો અને પશુઓના આરોગ્ય સામે જોખમ

- text


 

ગ્રામજનો દ્વારા આ મામલે પ્રદુષણ વિભાગને રજુઆત કરાશે : કેમિકલ ઠલવનાર સામે ફોજદારી પગલાં લેવાની માંગ

મોરબી : મોરબીના પાનેલી ગામે આવેલ તળાવમાં ઝેરી કેમિકલ ઠલવવામાં આવ્યું હોવાથી ગ્રામજનો તેમજ પશુઓના આરોગ્ય સામે જોખમ ઉભું થયું છે. ત્યારે આ ઝેરી કેમિકલ ઠલવનાર સામે ફોજદારી પગલાં ભરવાની માંગ પણ ગ્રામજનો દ્વારા ઉઠાવવામાં આવી છે.

- text

મોરબી તાલુકાના પાનેલી ગામે આવેલ તળાવમા ગત રાત્રી દરમીયાન સીરામીકનુ ઝેરી કેમીકલયુકત ઝલદ પાણી કોઈ અજાણ્યા શખ્સો ઠાલવી ગયા છે. આ કેમિકલથી બોરના પાણી પણ કેમિકલ યુક્ત બની જવાની શક્યતાઓ ઉભી થઇ છે. ઉપરાંત આ તળાવના પાણી પર ગ્રામજનો આધાર રાખે છે. ત્યારે ગ્રામજનો અને પશુઓના આરોગ્ય સામે હાલ મોટું જોખમ પણ ઉભું થયું છે.

આ મામલે ગ્રામજનોએ પ્રદુષણ વિભાગને ફરિયાદ કરવાની પણ તજવીજ હાથ ધરી છે. આ સાથે ઝેરી કેમિકલ તળાવમાં ઠાલાવનાર સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ પણ ઉઠાવી છે.

- text