મોરબી જિલ્લા પંચાયતના ૧૬ સભ્યો સામેના પક્ષાંતર ધારા કેસમાં ૧૪મીએ મુદત

- text


મોરબી : મોરબી જિલ્લા પંચાયતના ૧૬ સભ્યો સામેના પક્ષાંતર ધારા હેઠળના કેસની આગામી ૧૪મીએ મુદત પડી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી જિલ્લા પંચાયતના હળવદ ખાતેના સભ્ય હેમાંગ રાવલે જિલ્લા પંચાયત પ્રમુખ સહિત ૧૬ સભ્યોને ગેરલાયક ઠેરવવા માટે નામોર્દીષ્ઠ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી હતી. આ પક્ષાંતર ધારા હેઠળના કેસમાં ગઈકાલે મુદત હતી. પરંતુ આ કેસમાં ફરી આગામી ૧૪મીએ મુદત પડી હોવાનું જાણવા મળ્યું છે.

 

- text