આજથી મોરબી હળવદ યાર્ડ બંધ

- text


 

ભાવાન્તર યોજના અમલી બનાવવાની માંગ સાથે મગફળીમાં ખોટ ખાતા ખેડૂતોને ભાવફેર આપવા માંગ

મોરબી : સરકાર ટેકાના ભાવે મગફળી ખરીદે તે પૂર્વે જ હાલમાં ખેડૂતો નીચાભાવે પોતાની મગફળી વેચી નુકશાન વેઠી રહ્યાં હોય રાજ્યભરના માર્કેટિંગ યાર્ડ દ્વારા ૧ નવેમ્બરથી અચોક્કસ મુદતની હળતાલનું એલાન કર્યું છે જેને ટેકો આપી આજથી મોરબી અને હળવદ યાર્ડ પણ હડતાળમાં જોડાયા છે.

મોરબી માર્કેટિંગ યાર્ડના કમિશન એજન્ટ એસોશિએશન પ્રમુખ રાજનીકાંતભાઈ બરાસરાના જણાવ્યા મુજબ હાલમાં દેશભરમાં સરકારની ભાવાન્તર યોજના (આશા અંબ્રેલા)
અમલી છે પરંતુ ગુજરાતના ખેડૂતોને આ યોજનાનો લાભ ન મળતા હાલમાં ખેડૂતો ખોટ ખાઈને નીચાભાવે મગફળી વેચી રહ્યા છે.

- text

બીજી તરફ રાજ્યભરના માર્કેટિંગ યાર્ડના વેપારીઓ દ્વારા ટેકાના ભાવની સમાંતર ખેડૂતોને અન્ય રાજ્યોની જેમ ભાવફેરના નાણાં ચૂકવે તેવી માંગ કરી અચોક્કસ મુદત માટે રાજ્યવ્યાપી હડતાળની જાહેરાત કરતા વાંકાનેર યાર્ડ દ્વારા તાત્કાલિક
આશા અંબ્રેલા યોજના લાગુ પાડવા માંગ ઉઠાવી છે અન્યથા તા. ૧ નવેમ્બરથી અચોક્ક્સ મુદતની હળતાલ શરૂ કરી હતી જેમાં આજથી મોરબી અને હળવદ યાર્ડ પણ જોડતા મોરબી જિલ્લાના ત્રણેય યાર્ડમાં હડતાલ શરૂ થઈ છે.

- text