મોરબીના રામચોકમાં ગાય ભડકતા અફડાતફડી

- text


ગૌશાળાના કાર્યકરોએ ગાયને કાબુમાં લેતા લોકોએ રાહતનો દમ લીધો

મોરબી : મોરબીના શનાળા રોડ પર રામચોક પાસે ગઈકાલે સાંજે એક ગાય અચાનક જ ભડકતા ભરચકક બજાર વિસ્તારમાં ભારે અફડાતફડી મચી ગઈ હતી ગાયે વૃઘ્ધ સહિત ત્રણ લોકોને ઢીંકે ચડાવ્યા હતા અને લોકોએ દુકાનના શટર પાડી દીધા હતા જો કે બાદમાં ગૌશાળાના કાર્યકરોએ આવી ગાયને કાબુ કરતા લોકોમાં રાહતની લાગણી પ્રસરી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે સાંજે મોરબીના રામચોક નજીક ગાય ભુરાઈ થઇ આમ થી તેમ દોડાદોડી શરૂ કરી હતી અને એક વૃદ્ધને ઝપટે લેતા વૃદ્ધના કપડાં ફાટી ગયા હતા અને માંડ માંડ મા વૃઘ્ધ પોતાનો જીવ બચાવી શક્યા હતા ત્યારબાદ ગાયે અન્ય બે વ્યક્તિને ઈજાઓ પહોંચાડી સિવિલ હોસ્પિટલ તરફ ભાગી હતી અને ત્યાં પણ અફડાતફડી મચાવતા અંતે કોઈએ ગૌશાળામાં જાણ કરતા ગૌશાળાના કાર્યકરોએ ગાયને કાબુ કરી પકડી લીધી હતી.

- text