મોરબીના પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રમાં સીસીટીવી માટે દાતાઓએ સહાયનો ધોધ વરસાવ્યો

- text


સોશ્યલ મીડિયા પર મેસેજ વહેતો કર્યા બાદ ગણતરીની કલાકોમાં જ સીસીટીવી કેમેરાનો રૂ. ૧.૨૦ લાખનો ખર્ચ એકત્ર થઈ ગયો

મોરબી : મોરબીના લક્ષ્મીનગરમાં આવેલ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રમાં સુરક્ષાની દ્રષ્ટિએ સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સીસીટીવી કેમેરાનો ખર્ચ રૂ. ૧.૨૦ લાખ જેવો થતો હતો. ત્યારે આ અંગેનો મેસેજ સોશ્યલ મીડિયામા વ્હેતો કર્યાની ગણતરીની કલાકોમાં જ દાતાઓએ સહાયનો ધોધ વરસાવીને રૂ. ૧.૨૦ લાખનું અનુદાન આપ્યું છે.

મોરબીમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે કાર્યરત પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રમાં સીસીટીવી કેમેરા લગાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ કામનું કોટેશન કઢાવવામાં આવતા કુલ રૂ. ૧.૨૦ લાખ જેવો ખર્ચ નીકળ્યો હતો. ત્યારે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રના હાતિમ એસ. રંગવાલા કે જેઓ પોતે પણ પ્રજ્ઞાચક્ષુ છે. તેઓએ સોશ્યલ મીડિયાનો ખરા અર્થમાં ઉપયોગ કરીને સોશ્યલ મીડિયા પર સહયોગની અપીલ કરતો મેસેજ વ્હેતો કર્યો હતો. ત્યારે સમાજના ઉદારદિલ દાતાઓએ માત્ર ૩ થી ૪ કલાકમાં જ ઉદાર હાથે સહાયનો ધોધ વરસાવીને સીસીટીવી કેમેરાના ખર્ચ જેટલી રકમનું અનુદાન કરી દીધું હતું.

દાતાઓ તરફથી મળેલી આ સહાયમાંથી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રમાં કુલ ૧૬ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. આ માટેનો કોન્ટ્રાક્ટર દેશાણી એન્ટરપ્રાઇઝ મો.નં. ૯૧૦૬૪૦૪૯૦૯ , ૯૩૭૬૫૦૫૫૫૦ને આપવામાં આવ્યો છે. માત્ર થોડી જ ક્ષણોમાં સહયોગ આપવા બદલ દાતાઓનો હાતિમ એસ. રંગવાલાએ આભાર વ્યક્ત કર્યો છે. સાથે સિદ્ધાર્થભાઇ જોશી અને પી.સી. પટેલનો પણ આભાર વ્યક્ત કર્યો છે.

- text

માત્ર ગણતરીની કલાકોમાં જ સંસ્થાને સહાય આપનાર દાતાઓ

૨૦૦૦ – અશોકભાઈ કાછડીયા
૧૫૦૦ – હુસેનભાઇ હાતિંમભાઈ કોન્ટ્રાકટર
૧૦૦૦ – પ્રતિમાબેન રાવલ
૨૩૨૦ – રમેશભાઈ ગોવિંદભાઈ અઘારા
૮૦૦૦ – સુરેશભાઈ પટેલ
૨૫૦૦ – હેનિલ હિરેનભાઈ અગોલા
૨૫૦૦ – જીલ હિરેનભાઈ અગોલા
૫૦૦૦ – હિતેશભાઈ શનાવરા ,જયકો સિરામિક
૫૦૦૦ – હસુભાઈ ભોરણિયા,પરફેક્ટ સિરામિક
૨૦૦૦ – હેમુભાઈ બોરીચા
૬૫૫૦ – ચંદુભાઈ જેતપર વાળા
૫૨૦૦ – સાગરભાઈ તથા પ્રતિકભાઈ રવેસિયા
૨૦૦૦ – શ્યામ ભરતભાઈ પટેલ
૧૧૦૦ – મિત્રાબેન હાર્દિકભાઈ પટેલ
૩૨૦૦ – ભૂપતભાઇ ચંડીભમર
૨૦૦૦ – રામભરોસે
૧૦૦૦૦ – રામભરોસે
૧૧૧૧૧- સવજીભાઈ બારૈયા, વિનમેક્સ સિરામિક
૨૦૦૦ – હસુભાઈ વિડજા ( જી.વી.બી.)
૪૦૦૦ – છગનભાઈ પટેલ
૪૦૦૦ – કેઝાર જોઇન્ટ
૨૦૦૦૦ – પાટીદાર નવરાત્રી મહોત્સવ ( અજયભાઈ લોરિયા )
૩૦૦૦ – રામભરોસે
૫૧૦૦ – ભૂપતભાઇ જારિયા
૫૦૦૦ – અનિલભાઈ વરમોરા
૫૦૦૦ – રામભરોસે દાનમાં મળ્યા હતા.

- text