મોરબી સંકલ્પ નવરાત્રીમાં મહેમાન બન્યા કલેક્ટર માકડીયા, સાંસદ વિનોદ ચાવડા

- text


ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને આવેલ વિકાસ વિદ્યાલયની બાળાઓ ગરબે ઘૂમી, ઇનામો મેળવ્યા

મોરબી : મોરબીવાસીઓને ઘેલું લગાડનાર યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત સંકલ્પ નવરાત્રી મહોત્સવના આઠમા નોરતે મોરબીના સાંસદ વિનોદ ચાવડા ખાસ મહેમાન બનીને ઉપસ્થિત રહ્યા હતા તો સાથે સાથે ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને આવેલ વિકાસ વિદ્યાલયની બાળાઓએ મનભરીને રાસોત્સવને માણી ઇનામો મેળવ્યા હતા.

નવલી નવરાત્રીમાં મોરબી ખાતે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સર્વજ્ઞાતિય સંકલ્પ નવરાત્રીનું આયોજન કર્યું છે ત્યારે દરરોજ મહાનુભાવો ખેલૈયાઓનો ઉત્સાહ વધારવા પધારી રહ્યા છે ત્યારે ગઈકાલે મોરબીના સાંસદ વિનોદ ચાવડા, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, જિલ્લા ભાજપ મહામંત્રી હિરેન પારેખ, યુવા ભાજપ અગ્રણી જીગ્નેશ કૈલા, જયદીપ હૂંબલ, શિવમ વિરમગામા, વિકાસ વિદ્યાલયના ભરતભાઇ નિમાવત સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

- text

આ ઉપરાંત સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં રામધન આશ્રમના મહંત પૂ.ભાવેશ્વરીબેન, જિલ્લા કલેકટર આર.જે.માકડીયા, અધિક કલેકટર કેતન જોશી, સિરામિક એસો.પ્રમુખ મુકેશભાઈ ઉઘરેજા, જિલ્લા પંચાયત સદસ્ય મુકેશભાઈ ગામી, બ્રહ્મ સમાજ યુવા પ્રમુખ અમિત પંડ્યા, જયેશભાઇ દવે, ડો.તૃપ્તિબેન દવે, ડો.સુધીર દવે, એડવોકેટ હરદેવસિંહ જાડેજા, વિઆન્સ ઇલેક્ટ્રોનિક્સના સન્નીભાઈ ગઢિયા, અવધ ગ્રુપના કિશોરભાઈ રાઠોડ, કિશોરભાઈ વિડજા, કાઉન્સિલર સુરભીબેન ભોજાણી, પરેશ પારીયા સહિતના મહાનુભાવોએ હાજર રહી ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો.

ઉલ્લેખનીય છે કે આપવાના આનંદના સૂત્ર સાથે સમાજસેવા કરતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ગઈકાલે વિકાસ વિદ્યાલયની બહેનોને ખાસ રમવા માટે આમંત્રણ આપવામાં આવતા ટ્રેડિશનલ ડ્રેસમાં સજજ બહેનોએ રાસગરબાની રમઝટ બોલાવતા ઉપસ્થિત જનમેદની આફરીન પોકારી ઉઠી હતી અને અવનવા સ્ટેપ્સ લેતી બહેનોને ખાસ પારિતોષિક આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

- text