મોરબી કલેકટર કચેરીને બકાલા માર્કેટમાં ફેરવી નાખતા ખેડૂતો

- text


કોંગ્રેસ આયોજિત ખેડૂત મહારેલીમાં ખેડૂતો વિફર્યા : ખેતપેદાશના પૂરતા ભાવ ન મળતા કર્યો ટામેટા, ડુંગળી, લસણ અને રીંગણનો ઢગલો

મોરબી : મોરબીમાં કોંગ્રેસ આયોજિત ખેડૂત મહારેલીમાં વિશાળ સંખ્યામાં ઉમટી પડેલા ખેડૂતોએ ખેતપેદાશના પૂરતા ભાવ ન મળતા હોય ટામેટા, ડુંગળી, લસણ અને રીંગણનો ઢગલો કરી વિરોધ વ્યક્ત કર્યો હતો.

મોરબી કોંગ્રેસ દ્વારા આજે મોરબી જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા તેમજ ખેડૂતોને પાકવીમો, સિંચાઈ, દેવું માફ કરવા અને માલધારીઓ માટે ઘાસચારાની જોગવાઈ કરવા જેવા પ્રશ્નો બાબતે મહારેલી કાઢવામાં આવી જેમાં સમગ્ર જિલ્લામાંથી ખેડૂતો ઉમટી પડ્યા હતા.

- text

મોરબી ના નવા બસ્ટેન્ડ થી કલેક્ટર કચેરી સુધી યોજાયેલ ખેડૂતોની રેલીમાં મોટરસાયકલ, ટ્રેકટર, બોલેરો સહિતના વાહનોમાં જોડાયેલા ખેડૂતો કલેકટર કચેરી પહોંચી હલ્લાબોલ કર્યું હતું.

મોરબી જિલ્લાના ચારેય ધરાસભ્યોની આગેવાનીમાં ખેડૂતોએ કલેકટર કચેરી પહોંચી ખેતપેદાશના ભાવ ગગળતા લસણ, ડુંગળી, ટામેટા, રીંગણ સહિતની ખેતપેદાશોના રિતસર ઢગલા કરી કલેકટર કચેરીને બકાલા માર્કેટમાં ફેરવી નાખી હતી.

 

 

- text