મોરબીમાં માસુમ બાળકની શ્વાસનળીમા ધાતુનો વાયર ફસાયો : નવજીવન મળ્યું

- text


મોરબીના તબીબ ડો. મનિષ સનારીયાએ પરપ્રાંતિય બાળકનું સફળતા પૂર્વક ઓપરેશન કર્યું

મોરબી : મોરબીમાં સીરામીક ફેકટરીમાં કામ કરતા શ્રમિક પરિવારના બાળકની શ્વાસનળીમાં ધાતુનો વાયર ફસાઈ જતા મોરબીના તબિબે માનવતા મહેકાવી પરપ્રાંતિય ૧.૫ વર્ષના બાળકને નવજીવન આપ્યુ હતું.

ઘટનાની વિગત જોઈએ તો બિહારના વતની અને મોરબી સિરામીક ફેક્ટરીમા કામ કરતા રીતેષકુમાર સિંગનો ૧.૫ વર્ષનો પુત્ર શની રમતા રમતા ઘાતુનો ૨.૫ સેમીનો વાયરનો ટુકડો ગળી ગયો હતો જે શ્વાસનળીમા અટવાઈ જતા માસૂમનો જીવ જોખમમા મુકાઈ ગયેલ હતો.

- text

ત્યાર બાદ માસુમ શનિને તાત્કાલીક ધોરણે શહેરની સ્પર્શ બાળકોની હોસ્પીટલ ખાતે લાવવામા આવેલ જ્યાં બાળરોગ નિષ્ણાંત ડો. મનિષ સનારીયા તથા સમગ્ર સ્ટાફ દ્વારા ભારે જહેમત બાદ શ્વાસનળીમા ફસાયેલ વાયરનો ટુકડો દુર કરી બાળકને સંપૂર્ણ સ્વસ્થ સ્વરૂપમા માતા-પિતાને સોંપ્યુ હતુ ત્યારે પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આમ મોરબીના તબિબે પોતાનુ કર્તવ્ય નિભાવી બાળકને મોતના મુખમાંથી બચાવ્યુ હતુ.

- text