વાંકાનેર સીટી પીઆઇની બદલી પ્રશ્ને સંતો મહંતોના હસ્તે પારણાં કરતા જીતુભાઇ સોમાણી

- text


મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને પ્રભારી મંત્રીએ પ્રશ્ન ઉકેલવા ખાતરી આપી

વાંકાનેર : વાંકાનેર સીટી પીઆઇના મનસ્વી અને અભદ્ર વાણી વર્તન મામલે ઉપવાસ આંદોલન ચલાવી રહેલા પૂર્વ નગરપતિ જીતુભાઇ સોમણીને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ યોગ્ય ઉકેલની ખાતરી આપતા અંતે ગઈકાલે સાંજે વાંકાનેરના સંતો મહંતોને હાથે પારણાં કરી જીતુભાઇ સોમાણીએ ઉપવાસ આંદોલનનો સુખદ અંત લાવ્યા હતા.

પીઆઈની બદલી અંગે ચાલતા આંદોલનમાં ગઈકાલે રઘુનાથ મંદિરના મહંત છબીરામદાસજી મહારાજ, ગાયત્રી મંદિરના મહંત અશ્વિનભાઇ, ફડેશ્વર મહાદેવ મહંત કાનજીભાઈ પટેલ બાપુ, નાગાબાવા મંદિર મહંત ખુસાલગીરીબાપુ, ગેલ માતાજી મંદિર પરસોતમ ભુવા અને સાત હનુમાન મંદિર મહંત ના હાથે જીતુભાઈ સોમાણીએ પારણા કરેલ હતા.

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મોરબી પ્રભારી મંત્રી સૌરભભાઇ પટેલે જીતુભાઈ સોમાણીને આશ્વાસન આપેલ કે ઉપવાસ આંદોલન પરથી ઊભા થઈ જાઓ આપની માંગણી ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે જેને પગલે આ આંદોલન સમેટાયું છે.

દરમિયાન આ ઉપવાસ આંદોલનના સમાપનમાં ભાજપ આગ્રણી પ્રદીપભાઈ વાળા, લાખાભાઈ જાળીયા, માંધાતા યુવા ગ્રુપ, દેવીપુજક સમાજ, કોળી સમાજ, માલધારી સમાજ, વાંકાનેર-મોરબી-પડધરી લોહાણા સમાજ, અલગ-અલગ સંસ્થાઓના આગેવાનો તેમજ વાંકાનેર શહેર અને તાલુકાના પ્રજાજનો અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

- text

- text