મોરબી : ભવાની ગરબી મંડળ દ્વારા સતત ૫૦માં વર્ષે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન

- text


બાળાઓના રાસ સાથે દરરોજ અવનવા કાર્યક્રમો યોજાશે

મોરબી : મોરબીના ભવાની ચોક ખાતે ભવાની ગરબી મંડળ દ્વારા સતત ૫૦માં વર્ષે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ બાળાઓના રાસ સાથે અવનવા કાર્યક્રમો પણ યોજાશે.

મોરબીના ભવાની ચોક ખાતે છેલ્લા ૪૯ વર્ષથી નવરાત્રી મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે. ભવાની ગરબી મંડળ આયોજિત આ નવરાત્રી મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો રાસ નિહાળવા ઉમટી પડે છે. ત્યારે આગામી તા. ૧૦ થી ૧૮ દરમિયાન સતત ૫૦માં વર્ષે નવરાત્રીનું આયોજન થઈ રહ્યું છે.

- text

આ નવરાત્રીમાં બાળાઓના રાસ સાથે દરરોજ વિવિધ કાર્યક્રમો પણ યોજાશે. જેમાં તા. ૧૦ના રોજ દીપપ્રાગટ્ય, તા.૧૧ના રોજ રાધે ક્રિષ્ન ગ્રુપ-ભાવનગર, તા.૧૨ના રોજ આનંદનો ગરબો- કડી કલોલ ગ્રુપ, તા.૧૩ના રોજ સીતારામ ગ્રુપ -કોડીયારા, તા.૧૪ના રોજ મહારાજા ઝાંખી ગ્રુપ સંગ રેખા દે પદમા દે મા પાર્ટ ૧- રાજસ્થાન , તા.૧૫ના રોજ ચામુંડા રાસ મંડળી- લતીપુર દ્વારા રાસની રમઝટ, તા.૧૬ના રોજ મહારાજા ઝાંખી ગ્રુપ સંગ રેખા દે પદમા દે મા પાર્ટ ૨- રાજસ્થાન, તા.૧૭ના રોજ પંચેશ્વરી મિત્ર મંડળ- મેલડી માતાજી આખ્યાન- મોરબી અને તા. ૧૮ના રોજ મચ્છુ મિત્ર મંડળ તથા ખોડીયાર મંડળનો કાર્યક્રમ યોજાશે.

- text