કેનાલમાં પાણી ચોરી કરતા તત્વો ઉપર તૂટી પડતું તંત્ર : હળવદના પાંચ ગામના લોકો સામે ફરિયાદ

- text


માલણિયાદ, રણમલપુર, ઇસનપુર, એન્જાર અને અમરાપરના રહીશો વિરુદ્ધ ફોજદારી ફરિયાદ

હળવદ : માળીયા પંથકના ખેડૂતો દ્વારા બ્રાન્ચ કેનાલમાં થતી પાણી ચોરી રોકવા અને પૂરતા લેવાલથી પાણી આપવાની માંગ સાથે આજથી ઉગ્ર ઉપવાસ આંદોલન શરૂ કરતાં ખેડૂતોના આંદોલનના ઘેરા પડઘા પડ્યા છે અને ત્વરિત કાર્યવાહી રૂપે પાણી ચોરો ઉપર તંત્ર તૂટી પડ્યું છે અને હળવદના પાંચ ગામના લોકો વિરુદ્ધ ફોજદારી દાખલ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ચાલુ વર્ષે અપૂરતા વરસાદને કારણે ઉભી થયેલી પરિસ્થિતિમાં ખેડૂતોની ઊભી મોલત મુરઝાઈ રહી છે ત્યારે માળીયા મિયાણા પંથકમાં નર્મદા કેનાલ હોવા છતાં ખેડૂતોને પાણી ન મળતા અગાઉ ઉપવાસ આંદોલનની ચીમકી આપનાર ખાખરેચી, ઘાટીલા, માણાબા સહિતના ૧૨ ગામના ખેડૂતો દ્વારા આજે સવારે વિશાળ રેલી યોજી કેનાલ ઉપર કૂચ કરી ઉપવાસ શરૂ કરતાં જિલ્લા કલેકટર દ્વારા મોરબી જિલ્લાની ત્રણેય કેનાલમાં પાણી ચોરી ડામવા ત્રણ ટીમોની રચના કરી કરી છે.

- text

વધુમાં જિલ્લા કલેકટર દ્વારા સિંચાઈ, પોલીસ, જીઇબી, મહેસુલ અને પોલીસ સહિતના વિભાગોની ટીમને કામે લગાડતા હળવદની ટીમના નાયબ ઈજનેર આર.જે.રાઠવા દ્વારા માલણિયાદ, રણમલપુર, ઇસનપુર, એન્જાર અને અમરાપરના રહીશો વિરુદ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરી છે.

આ મામલે હળવદ પોલીસે માલણિયાદ, રણમલપુર, ઇસનપુર, એન્જાર અને અમરાપરના રહીશો વિરુદ્ધ ગુન્હો નોંધી પાણી ચોરી મામલે તપાસ શરૂ કરી છે અને તપાસમાં જે ખુલે તે વ્યક્તિઓ વિરુદ્ધ પગલાં ભરવા શરૂ કર્યા છે.

- text