રફાળેશ્વરથી મોરબી દવા લેવા આવતા દાદા-પૌત્રીને કાળ ભેટ્યો

- text


દાદા, દાદી અને પૌત્રી બાઈક પર આવતા હતા તે વેળાએ ટ્રક પાછળ બાઈક ઘુસી જતા દાદા- પૌત્રીના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત
મોરબી : રફાળેશ્વરથી મોરબી બાઈક પર દવા લેવા માટે નીકળેલા દાદા, દાદી અને પૌત્રીને અકસ્માત નડ્યો હતો. જેમાં લાલપર નજીક બાઇક ટ્રક પાછળ ઘુસી જતા ઘટના સ્થળે જ દાદા અને પૌત્રીના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકાના રફાળેશ્વર ગામના આંબેડકરનગરમાં રહેતા ભલાભાઈ હરીભાઈ સોલંકી ઉ.વ.૬૦ તેમની પત્ની નાગલબેન ભલાભાઇ સોલંકી ઉ.વ.૫૫ અને પૌત્રી મમતા પ્રવીણભાઈ સોલંકી ઉ.વ.૪ની દવા લેવા અર્થે મોરબી આવવા બાઈક પર નીકળ્યા હતા. ત્યારે લાલપર નજીક તેઓનું જીજે ૦૩ ડીઇ ૩૮૪૩ નંબરનું બાઈક ટ્રક નં. આરજે ૦૫ જીવી ૨૯૮૨ પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો.

- text

આ અકસ્માતમાં ભલાભાઈ અને મમતાના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે નાગલબેનને ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text