ટંકારાના ધૂનડા(સ) ગામના લાપતા માનસિક દિવ્યાંગ યુવાનની લાશ કુવામાંથી મળી

- text


ગુમ થયેલા યુવાનની શોધખોળ દરમિયાન ગામના કુવા માંથી લાશ મળી

ટંકારા : ટંકારા તાલુકાના ધૂનડા(સ) ગામનો માનસિક દિવ્યાંગ યુવાન લાપતા બન્યા બાદ તેમની કુવામાંથી લાશ મળતા ચકચાર મચી જવા પામી છે. હાલ આ મામલે પોલીસે તપાસ આદરી છે.

ટંકારા તાલુકાના ઘુનડા(સ) ગામે રહેતો માનસિક દિવ્યાંગ ઇકબાલ વજીરભાઈ બગથરીયા ઉ-૨૩ નામનો યુવાન છેલ્લા ચોવિસ કલાકથી ગુમ થતા આ યુવાનની શોધખોળ તેમના પરિવાર દ્વારા આદરી હતી પણ આ યુવાનના કોઈ સગળ મળી ન હતી. અંતે ઘુનડા(સ) ગામના પાદરમા જ આવેલ શક્તિ માતાજીની વાવ (કુવો) મા જોવા મળતા ઘુનડા ગામના સરપંચ પ્રવિણભાઈ રંગપરીયા ઘટના સ્થળે પહોચી જઈ તેમને ટંકારા પોલિસને જાણ કરી હતી.

- text

બાદમાં આ લાશને વાવની બહાર કાઢી યુવાનની તેના શર્ટ પરથી પરિવાર દ્વારા અોળખ કરી હતી.હાલ લાશને પીઅેમ માટે સરકારી હોસ્પીટલમા લઈ જવામા આવી રહી છે.

- text