મોરબીમાં પ્રધાનમંત્રી જન આયોગ્ય યોજનાનો શુભારંભ : ૨૮ હજાર કુંટુંબોને મળશે લાભ

- text


શહેરમાં ૪ હોસ્પિટલો યોજના હેઠળ કાર્યરત : આયુષ હોસ્પિટલમાં માહિતી કેન્દ્ર ઉભું કરાયું

મોરબી : મોરબીમાં આજે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત શહેરમાં કુલ ૪ હોસ્પિટલ કાર્યરત છે. મોરબી જિલ્લાના ૨૮ હજાર કુટુંબોને આ યોજનાનો લાભ મળશે.

મોરબી નગરપાલિકાના ટાઉનહોલ ખાતે આજે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો શુભારંભ સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં સાંસદ મોહન કુંડારીયા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, કલેક્ટર માકડીયા, ડીડીઓ ખટાણા, જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા, પાલિકા પ્રમુખ કેતન વિલપરા, આરોગ્ય અધિકારી કથીરા તેમજ માળીયા અને વાંકાનેર પાલિકા પ્રમુખો હાજર રહ્યા હતા.

- text

આ તકે સાંસદ મોહનભાઇ કુંડારીયાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી જન આરોગ્ય હેઠળ રાજ્યમાં ૧૭૦૦ જેટલી હોસ્પિટલ કાર્યરત છે. રાજ્યભરના ૨.૪૦ કરોડ લોકોને આ યોજનાનો લાભ મળશે.જિલ્લા આરોગ્ય આધિકારી કથીરાએ જણાવ્યું કે મોરબી જિલ્લામાં આ યોજના હેઠળ કુલ ૬ હોસ્પિટલ કાર્યરત છે. જેમાં ૪ મોરબીમાં છે અને ને હોસ્પિટલ વાંકાનેરમાં છે. મોરબી જિલ્લાના કુલ ૨૮ હજાર કુટુંબોને આ યોજનાનો લાભ મળશે. ઉપરાંત લોકોને આ યોજના વિશે પૂરતી માહિતી મળી રહે તેવા હેતુથી આયુષ હોસ્પિટલમાં માહિતી કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું છે.

- text