અંતે વાંકાનેરમાંથી બે લાખની કાળી અને ભીલીની ચોરી કરનાર શખ્સ પકડાયો

- text


વાંકાનેર : વાંકાનેરમાંથી જાફરાબાદી કાળી અને ભીલી નામની બે ભેંસની ચોરી કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડી એક દિવસની રિમાન્ડ પર લીધો છે. રિમાન્ડ દરમિયાન આરોપીએ અન્ય ચોરીના ગુન્હા આચરવામાં આવ્યા છે કે કેમ તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેર સીટી પોલીસમાં થોડા દિવસ પહેલા જાફરાબાદી બે કિંમતી ભેંસોની ચોરી થયાની ફરિયાદ નોંધાય હતી. જેમાં ફરિયાદીની કાળી અને ભીલી નામની બે ભેંસની ચોરીના અનડીટેકટેડ કેસનો પોલીસ દ્વારા ભેદ ઉકેલવામાં આવ્યો છે. રૂ. ૨ લાખની કિંમતની બે ભેંસની ચોરી કરનાર અજય જીવણ મકવાણા ઉ.વ.૨૭ રહે. ટંકારા, દેરીનાકા વાળાને પોલીસે પકડી પાડ્યો છે. પોલીસે આરોપીને એક દિવસની રિમાન્ડ પર લઈને અન્ય કોઈ ચોરી કરી છે કે કેમ તે અંગેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

- text