મોરબીના પીપળી ગામે રામદેવપીર મહારાજની શોભાયાત્રામાં ભાવિકો ઉમટ્યા

- text


મોરબી : મોરબી તાલુકાના પીપળી ગામે રામદેવપીર મહારાજની શોભાયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો આસ્થાભેર ઉમટી પડ્યા હતા.

પીપળી ગામે જય નકળંગ ધણી રામામંડળ તથા સમસ્ત પીપળી ગામ દ્વારા ભાદરવી અગીયારસના રોજ રામદેવપીરના જન્મોત્સવ નિમીતે રામદેવપીરના મંદીરના લાભાર્થે હર્ષોલ્લાસથી રામદેવપીરની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સમસ્ત પીપળી ગામે આ શોભાયાત્રામા આનંદ અને ઉલ્લાસથી જોડાયને રામદેવપીરના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરી હતી.

- text