મોરબીમાં પોણા બે મહિનામાં ૧૦૦૦ કિલો પ્લાસ્ટિક જપ્ત : હવે શોપ લાયસન્સ રદ્દ કરાશે

- text


છેલ્લા એક અઠવાડિયામાં ૧૦૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક ઝડપતા ચીફ ઓફિસર આકરે પાણીએ

મોરબી : મોરબીમાં ૨૨ જુલાઈથી પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતાં વેપારીઓ દ્વારા પ્લાસ્ટિકનો વેપાર કરાતો હોવાથી નગરપાલિકા દ્વારા ચેકીંગ ઝુંબેશ હાથ ધરી પોણા બે મહિનામાં ૧૦૦૦ કિલોથી વધુ પ્લાસ્ટિક ઝડપી લઈ લાખો રૂપિયાનો દંડ વસુલ કર્યો છે અને હવે આકરૂ વલણ અપનાવી આવા વેપારીઓના શોપ લાયસન્સ રદ્દ કરવા ચીફ ઓફિસરે જાહેર કર્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવા છતાં લાલચુ વેપારીઓ દ્વારા વેપાર ચાલુ રાખવામાં આવતા ચીફ ઓફિસર ગિરીશ સરૈયા દ્વારા સઘન ચેકીંગ ઝુંબેશ શરૂ કરી પોણા બે માસમાં ૧૦૦૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી વેપારીઓ પાસેથી દંડરૂપે ૮૦ હજાર રૂપિયા વસુલ કરવામાં આવ્યા હતા.

- text

આ ઉપરાંત છેલ્લા એક અઠવાડિયામાં ૧૦૦ કિલો પ્લાસ્ટિક જપ્ત કરી ૧૧ હજાર જેટલો દંડ વસુલ કરવામાં આવ્યો હતો, આટ આટલું પ્લાસ્ટિક ઝડપતા હવે ચીફ ઓફિસર સરૈયા દ્વારા કડક હાથે કામગીરી કરી હવે જો પ્લાસ્ટિક પકડાય તો જે તે વેપારીના શોપ એક્ટ લાયસન્સ કાયમી રદ્દ કરવા જેવા પગલાં ભરવાની જાહેરાત કરી છે.

- text