મોરબી : વાડીમાં જુગાર રમતા ૫ શખ્સો ઝડપાયા

- text


એલસીબીની કાર્યવાહી : રોકડ રૂ. ૫૬ હજાર મળી કુલ રૂ. ૧.૫૧ લાખનો મુદામાલ જપ્ત કર્યો

મોરબી : મોરબીના અમરેલી રોડ પર વાડીમાં જુગાર રમતા ૫ શખ્સોને એલસીબીની ટીમે રોકડ રૂ. ૫૬ હજાર મળી કુલ રૂ. ૧.૫૧ લાખના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના અમરેલી રોડ પર પ્રજાપત નળીયાના કારખાના પાછળ વાડીમાં જુગાર રમતા ચંદુ બચુ અગેચણીયા, મહેશ વેરસી અગેચણિયા, વિજય ધીરજ સાંતલપરા, જાવીદ રફીક ગાજીવાલા અને દાઉદ ઉમર જામને એલસીબીની ટીમે રોકડ રૂ. ૫૬ હજાર , મોબાઈલ નંગ-૩ કિંમત રૂ. ૨૦,૫૦૦ અને બાઈક ૩ કિંમત રૂ. ૭૫ હજાર મળી કુલ રૂ. ૧,૫૧,૦૦૦ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

- text