મોરબી જિલ્લાના તલાટીઓએ ફરજ દરમિયાન કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો

- text


પડતર પ્રશ્નોના ઉકેલ લાવવાની માંગ સાથે તલાટીઓના વિરોધદર્શક કાર્યક્રમ શરૂ : ટંકારામાં તલાટીઓએ પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે મામલતદારને આવેદન પત્ર આપ્યું 

મોરબી : મોરબી જિલ્લાના તલાટીઓએ વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ લાવવાની માંગ સાથે આજે વિરોધ દર્શક કાર્યક્રમ આપ્યો હતો. જેમાં તલાટીઓએ આજે ફરજ દરમિયાન કાળી પટ્ટી ધારણ કરી હતી. જયારે ટંકારામાં પણ તલાટીઓએ કાલી પટ્ટી ધારણ કરી મામલતદારને આવેદન આપ્યું હતું.

- text

મોરબી જિલ્લાના તલાટીઓએ તેઓના પડતર પ્રશ્નો અંગે તાજેતરમાં જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું. જે મુજબ આજે મોરબી, વાંકાનેર, હળવદ, માળીયા અને ટંકારા તાલુકાના તલાટીઓએ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવી હતી. જયારે ટંકારામાં તલાટીઓએ પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું. ઉપરાંત આગામી દિવસોમાં પણ વિરોધદર્શક કાર્યક્રમો યથાવત રહેવાનું જણાવ્યું હતું. જેમાં તા. ૧૭ સપ્ટેમ્બરના પેન ડાઉન રાખી ફરજ નિભાવશે. તા. ર૯ના માસ સીએલ મૂકી રાજયભરમાં દેખાવો અને તા. ર ઓકટોમ્બરના ગાંધી જયંતિ દિને રાજયભરમાં ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવશે.

- text