મોરબી પાલિકાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવારોએ ભર્યા ફોર્મ : સોમવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ

- text


તા.૧૨એ ફોર્મની ચકાસણી : તા. ૧૪એ ફોર્મ પરત ખેંચી શકાશે

મોરબી : મોરબી નગરપાલિકાના ચાર વોર્ડની છ બેઠક માટેની પેટા ચુંટણીઓનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ આજથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે. જેમાં આજે ભાજપના ત્રણ ઉમેદવારો અને ત્રણ ડમી સહીત છ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે.

મોરબી પાલિકાના કોંગ્રેસના ૭ સદસ્યો ડીસક્વોલીફાઈ થયા બાદ પેટા ચુંટણીઓ યોજાનાર છે. જેમાં એક બેઠકની પેટા ચુંટણી સ્થગિત થતા હવે ચાર વોર્ડની છ બેઠકો માટે ચુંટણી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે જેમાં આજે વોર્ડ નં. ૧ માં ભાજપના ઉમેદવાર પ્રભુભાઈ ભૂત અને સંગીતાબેન હરેશભાઈ બુચ તેમજ બે ડમી ઉમેદવાર ચંદ્રકાંત પટેલ અને જીજ્ઞાશાબેન અમિતભાઈ ગામીએ ફોર્મ ભર્યા છે.

- text

ઉપરાંત વોર્ડ નં. ૩ માં ભાજપના ઉમેદવાર પ્રવિણાબેન ત્રિવેદી અને ડમીમાં આરતીબેન વ્યાસે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. આ તકે જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરોની પણ ઉપસ્થિતિ રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં ૩૨ જેટલા ફોર્મ ઉપડ્યા છે. આગામી સોમવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. બાદમાં તા.૧૨ના રોજ ફોર્મની ચકાસણી કરવામાં આવશે. તા. ૧૪ના રોજ ફોર્મ પરત ખેંચી શકાશે.

 

- text