મોરબીમાં ગોડાઉનમાથી રૂ. ૭૦ હજારના ટાયરની ચોરી કરનાર શખ્સ પકડાયો

- text


ચોરીનો માલ ખરીદનાર શખ્સની પણ ધરપકડ

મોરબી : મોરબીના મહેન્દ્રપરા મેઈન રોડ પર એક ગોડાઉનમાંથી રૂ. ૭૦ હજારના ટાયરની ચોરી કરનાર શખ્સને એ ડિવિઝન પોલીસે પકડી પાડ્યો છે. સાથે આ ચોરીનો માલ ખરીદનાર અન્ય શખ્સને પણ પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના મહેન્દ્રપરા મેઈન રોડ પર આવેલી એક ગોડાઉનમાં તાળા તોડીને રૂ. ૭૦ હજારની કિંમતના ૪ નંગ ટાયરની ચોરી થઈ હતી. બનાવ સંદર્ભે ગોડાઉનના માલિક વૈભવભાઈ દિપકભાઈ મહેતાએ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

ફરિયાદના પગલે એ ડિવિઝન પોલીસે આ કામના આરોપી અજિત ઇસ્માઇલ જુણેજા ઉ.વ. ૩૬ રહે. મહેન્દ્રપરા શેરી નં. ૧૪ વાળાને ઝડપી પાડ્યો હતો. આ શખ્સની પોલીસે અંગ ઝડતી કરતા રૂ. ૧૯,૮૦૦ મળી આવ્યા હતા.આ પૈસા ચોરી કરેલા ટાયરના વેચાણથી મળ્યા હોવાની તેને કબુલાત આપી હતી.

બાદમાં પોલીસે આ ચોરાઉ ટાયર ખરીદનાર જીલું પીઠા ગોગરા ઉ.વ. ૪૩ રહે. વિદ્યુતનગર હનુમાન મંદિર પાસે, સામાકાંઠા વાળાને ૪ ટાયર સાથે પકડી પાડી બન્ને શખ્સો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text