મોરબીની બજાર લાઈનમાં પ્લાસ્ટિક નાબૂદીની થીમ પર જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરાશે

- text


એસ.એસ.ગ્રુપ આયોજિત જન્માષ્ટમી મહોત્સવમાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ડેકોરેશન કરીને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાનો સમાજને સંદેશ અપાશે

મોરબી : મોરબીમાં અનેક સ્થળોએ જન્માષ્ટમીના પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે બજાર લાઈન ખાતે સમાજને એક સંદેશ આપીને કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે. જેમાં એસ.એસ. ગ્રુપ દ્વારા પ્લાસ્ટિક નાબુદીની થીમ પર પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ડેકોરેશન કરી પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાનો લોકોને સંદેશો આપવામાં આવશે.

મોરબીમાં આગામી સોમવારના રોજ ધર્મોલ્લાસ સાથે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવનાર છે. સોમવારે વિહિપ સહિતની ધાર્મિક સંસ્થાઓ દ્વારા જન્માષ્ટમીની ભવ્ય શોભાયાત્રા નીકળશે.આ સાથે નહેરુ ગેઇટ અંદર આવેલા બજાર લાઈનમાં પણ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીનું ભવ્ય આયોજન કરાયું છે. જેમાં એસ.એસ. ગ્રૂપ દ્વારા લોકજાગૃતિ કેળવવા માટે પ્લાસ્ટિક નાબૂદીની થીમ પર જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે.

- text

આ અંગે એસ.એસ. ગ્રૂપના પ્રમુખ રૂપેશભાઈ સોલંકી તથા નિશાંતભાઈ અનડકટ અને અંકુરભાઈ મહેતાએ જણાવ્યું કે અમારા ગ્રુપ દ્વારા બજાર લાઈન ખાતે છેલ્લા ૧૦ વર્ષથી અનોખી રીતે જન્માષ્ટમીનું આયોજન થાય છે. દર વર્ષે જન્માષ્ટમીએ સમાજ અને દેશને સ્પર્શતા કોઈને કોઈ ગંભીર વિષય પર લોકજાગૃતિ ચલાવવામાં આવે છે. આ વખતે પ્લાસ્ટિક જાગૃતિનો મુદ્દો ચલાવવામાં આવનાર છે.

વધુમાં તેઓએ ઉમેર્યું કે બજાર લાઈન ખાતે પ્રતિબંધીત ચાના પ્લાસ્ટિક કપ, પ્લાસ્ટિકના વાટકા સહિતનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. જન્માષ્ટમી મહોત્સવમાં પ્લાસ્ટિકની થિમને આવરી લઈને લોકોને સંદેશો આપવા માંગીએ છીએ કે અબોલ પ્રાણીઓ માટે પ્લાસ્ટિક ખતરનાક છે. સાથે પર્યાવરણને પણ તેનાથી ગંભીર નુકશાન થાય છે. જેથી લોકે કાપડની બેગનો ઉપયોગ કરવો જોઈએ. આ સાથે મટકી ફોડ, આતંકવાદી વિરોધી દેશભક્તિ જુવાળ અંગેનું ગીત તેમજ હાસ્ય કોમિક રજૂ કરવામાં આવશે.

- text