મોરબી જિલ્લા પોલીસ ડાયરી (01-09-2018)

- text


1) મોરબીના ઘુટુ નજીક મહિન્દ્રા કારે હડફેટ લેતા મોટર સાયકલ સવાર ઇજાગ્રસ્ત

મોરબી : મોરબી હળવદ રોડ સીમ્પોલો સીરામીક સામે ઘુટુગામની સીમ નજીક મહિન્દ્રા ગાડીના ચાલકે મોટર સાયકલ ચાલકને હડફેટ લઈ ઇજા પહોંચાડી હતી. જાણવા મળ્યા મુજબ હળવદ – મોરબી રોડ પર ઘુંટુ નજીક નિતીનભાઇ મગનભાઇ ધિંગાણી, ઉવ.૪૦ ધંધો પ્રાઇવેટ નોકરી રહે. જીવનજ્યોત સોસાયટી ગાયત્રીનગરની બાજુમા વાવડીરોડ મોરબી મુળગામ નેકનામ તા.ટંકારા જી. મોરબી વાળાને મહેન્દ્રા ગાડીના નંબર-GJ-36-T-4920ના ચાલકે પોતાનુ વાહન ફુલસ્પીડમા અને બેફીકરાયથી ચલાવી ફરીયાદીના મોટરસાયકલને બેદરકારી પુર્વક ઓવરટેક કરી હડફેટે લઇ મોટરસાયકલ સાથે રોડ ઉપર ફંગોળી દઇ ઇજાઓ કરતા આ મામલે ગુન્હો નોંધાયો છે.

2) માળીયા હાઇવે પર રીક્ષા મોટર સાયકલ અથડાતા બે ને ઇજા
મોરબી : માળીયા હાઇવે પર મચ્છુ નદીના પુલ નજીક સિકંદર સુભાનભાઇ જેડા જાતે મીયાણા ઉ.વ ૧૮ ધંધો મજુરી રહે અલીફ મસ્જીદ સામે માળીયા વાળાની રીક્ષા સાથે આરોપી સલીમ મહમદ સંઘવાણી, ઉ.વ ૨૦ રહે વાડા વિસ્તાર માળીયા વાળાએ પોતાનું મોટર સાયકલ અથડાવતા ઇજા પહોંચતા ગુન્હો નોંધાયો છે.

3) મોરબીના જેતપર નજીકથી બે બોટલ દારૂ સાથે એક ઝડપાયો : બુટલેગર ભાગ્યો
મોરબી : મોરબી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જેતપર ગામ નજીકથી એક શખ્સને વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો, જો કે દારૂની બોટલ આપનાર શખ્સને પકડવા જતા બુટલેગર નાસી છૂટ્યો હતો. મોરબી તાલુકા પોલીસે જેતપર નજીકથી અશોકભાઈ હરીરામભાઈ પડયા ઉવ.૨૮ રહે. દલાતપુર તા. થારાદ જી.પાલનપુર હાલ રહે. જેતપર તા.જી. મોરબીવાળાને બે બોટલ દારૂ કિ.૬૦૦ સાથે ઝડપી લેતા આ દારૂની બોટલ આશીફભાઈ ઉર્ફે અશોકભાઈ ઈકબાલભાઈ રહે. જુના દેવળીયા તા.હળવદ જી.મોરબી વાળાએ આપ્યાનું કબૂલાત પોલીસે બૂટલેગરને ઝડપી લેવા પ્રયાસ કર્યો હતો પરંતુ તે ભાગી છુટતા બંને વિરુદ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

4) રફાળેશ્વર કર્મકાંડ કરવા આવેલા વાંકાનેરના યુવાનને હાર્ટએટેક આવતા મૃત્યુ
મોરબી : ગઈકાલે સવારના નવેક વાગ્યાના અરસામા રફાળેશ્વર મહાદેવ મંદિર ના ગ્રાઉન્ડમા ચેતનભાઈ બળવંતરાય જાની ઉવ.૪૧, ધંધો-કર્મકાંડ રહે.વાકાનેર ભાટીયા સોસાયટી જી.મોરબી વાળા મંદિરમા કર્મકાંડ કરવા બેઠાતા તે વખતે અચાનક બેભાન થઈ જતા હાર્ટ એટેક આવતા મૃત્યુ નીપજ્યું હતું.

5) મોરબીના રવાપર રોડ પર જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા
મોરબી : મોરબીના રવાપર નજીક બોની પાર્ક પાસે જાહેરમાં જુગાર રમતા વિનોદ કાવર, રાકેશ કાવર, મનીષ કાવર, અરવિંદ બાવરવા, પ્રકાશ પારેજીયા, અને હિમાંશુ કાવર એમ છને ઝડપી લઈને ૨૬,૮૫૦ ની રોકડ જપ્ત કરી છે.

6) ટંકારાના ઓટલા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા
ટંકારા : ટંકારાના ઓટાળા ગામે જાહેરમાં જુગાર રમતા અજય બાબુ કોળી, પ્રવીણ નાનજી કોળી, રાજેશ ભીખુ છીપરીયા, જોગેન્દ્રગીરી ભૂદરગીરી ગોસ્વામી અને ગગજી નાનજી કોળી એમ પાંચને ઝડપી લઈને ૧૩,૬૦૦ ની રોકડ જપ્ત કરવામાં આવી છે.

- text