મોરબીના શનાળા ધુનડા રોડ પર ૭ જુગારીઓ રૂ. ૬૫ હજારની રોકડ સાથે પકડાયા

- text


મોરબી : મોરબીના શનાળા ધૂનડા રોડ પર જાહેરમાં જુગાર રમતા ૭ શખ્સોને રૂ. ૬૫૨૬૦ની રોકડ સાથે પકડી પાડીને એ ડિવિઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના શનાળા ધૂનડા રોડ પર વૃંદાવન ઓઈલમિલ પાસે જાહેરમાં જુગાર રમતા હિતેશ જયંતિ ભીમાણી, અશ્વિન મનસુખ જીવાણી, મુકેશ કાનજી ભોરણિયા, રવિ અમરશી બાવરિયા, અતુલ બાબુ કોટડીયા, રજનીકાંત રૂગનાથ ગડારા અને કિરીટ જીવરાજ પનારાને એ ડિવિઝન પોલીસે રોકડ રૂ. ૬૫, ૨૬૦ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text