મોરબી : ગેરકાયદે સિક્યુરિટી એજન્સી ચલાવતો પરપ્રાંતીય ઝડપાયો

- text


એસઓજી પોલીસ ટીમ દ્વારા કાર્યવાહી કરાઈ

મોરબી : મોરબીના ઔધીગિક એકમોમાં લાયસન્સ વગર સિક્યુરિટી એજન્સી ચલાવતા પરપ્રાંતીય ઇસમને એસઓજી ટીમે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા લાયસન્સ વગર સિક્યુરિટીનો ધંધો કરતા ઇસમોમાં ફફડાટ મચી ગયો છે.

- text

મોરબી જિલ્લામાં પોલીસવડા ડો.કરનરાજ વાઘેલા દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર પ્રાઇવેટ સિકયુરીટી ચલાવતા ઇસમોં શોધી કાઢી કાર્યવાહી કરવા સુચના મળતા મોરબી એસ.ઓ.જી. પો.ઈન્સ. એસ.એન.સાટીના માર્ગદર્શન હેઠળ મોરબી એસ.ઓ.જી.સ્ટાફને પેટ્રોલીંગ દરમ્યાન મોરબી તાલુકાના લખધીરપૃર ગામ પાસે આવેલ બિશન સિરામિક નામના કારખાનામાં આરોપી ચૈનસિંહ શેરસિંહ રાવત ઉ.૪૨, રહે.મૂળ કુકડા (રૂપારેલ) તા.ભીમ, રાજસમન્ઘ, રાજસ્થાન, હાલ.રહે. બીશન સિરામિકની ઓરડીમાં લખધીરપુર ગામ તા.મોરબીવાળો પ્રાઇવેટ સિકયુરીટી એજન્સી ચલાવવા અંગે લાયસન્સ ન હોવા છતા કારખાનામાં પ્રાઇવેટ સિકયુટીરી ગાર્ડ પુરા પાડી લાયસન્સ વગર પ્રાઇવેટ સિકયુરીટી એજન્સી ચલાવતા મળી આવતા સંચાલક વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગીરી મોરબી એસ.ઓ.જી. ટીમના પો. હેડ.કોન્સ શંકરભાઇ ડોડીયા, જયપાલસિંહ ઝાલા, પ્રવિણસિંહ ઝાલા, પો.કોન્સ.નરેન્દ્રસિંહ જાડેજા, ભરતસિહ ડાભી, વિજયભાઇ ખીમાણીયા રોકાયેલ હતા.

 

- text