અણિયારી ટોલ નાકા પાસે ઝડપાયેલા ટ્રકમાં પાવડરની બોરીઓ પાછળથી 25 લાખનો દારૂ મળી આવ્યો

- text


મોરબી : મોરબી નજીક અણીયારી ટોલનાકા પાસેથી આરઆર સેલે ટ્રકમાંથી ગત રાત્રીના દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. જેમાં પાવડરની બોરીઓ પાછળથી 25 લાખનો દારૂ મળી આવ્યો હતો. આર આર સેલે જુદી જુદી બ્રાન્ડની 9874 બોટલના જથ્થા સાથે 34,81,500 ના મુદ્દામાલ સાથે બે શખ્સની ધરપકડ કરી છે.  

આરઆર સેલે મોરબી નજીક આવેલા અણીયારી ટોલનાકા પાસેથી શુક્રવારની રાત્રીના દારૂ ભરેલો ટ્રક ઝડપી લીધો હતો.. આ ટ્રકમાં પાવડરની બોરીઓ નીચે દારૂની પેટીઓ છુપાવવામાં આવી હતી. દારૂ ભરેલ આ ટ્રક એમપી ના ઇન્દોર થી કચ્છ તરફ જઈ રહ્યો હતો. દરમિયાન આર આર સેલને મળેલ બાતમીના આધારે અણિયારી ટોલનાકા પાસે વોચ ગોઠવી બેઠા હતા તે સમયે ત્યાં થી પસાર થતી જીજે 20ટી 4944 નંબર ના ટ્રક ની તલાશી લેતા ટ્રકમાં થી પાવડરની બોરીઓ નીચે દારૂની પેટીઓ છુપાવેલી મળી આવી હતી.

- text

આરઆરસેલે ટ્રકને ઉભો રખવતા ટ્રકમાં બેઠેલો શખ્સ નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ પ્રયાસ નિષફળ રહ્યો હતો અને આ શખ્સને ઈજાઓ પહોંચી હતી. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ પોલીસે રૂપિયા 24,79,500ની કિંમતની જુદી જુદી બ્રાન્ડની 9874 બોટલના જથ્થા સાથે 34,81,500 ના મુદ્દામાલ સાથે બે શખ્સની ધરપકડ કરી માળીયા પોલીસ મથક ખાતે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ રેડને આરઆરસેલ ના પીએસઆઇ મનીષ વાળા, રામભાઈ મંઢ, રસિકભાઈ પટેલ, સતિષભાઈ હૂંબલે સફળ બનાવી હતી.

- text