મોરબીની આરઓ પટેલ કોલેજની છાત્રાઓ અદાણી પોર્ટ અને પારલેજી પ્રા.લી.ની મુલાકાતે

- text


વિદ્યાર્થીનીઓ ઔદ્યોગિક મુલાકાતમાં મેળવી ઝીણવટભરી માહિતીઓ

મોરબી : મોરબીની આરઓ પટેલ વુમન્સ કોલેજ દ્રારા ઓધોગિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટીવાયબીકોમની વિધાર્થિનીઓને મુન્દ્રા સ્થિત અદાણી પોર્ટ તથા ભુજ સ્થિત પારલે જી પ્રાઇવેટ લિમીટેડની પ્રત્યક્ષ મુલાકાત કરાવવામાં આવી હતી. વિદ્યાર્થીનીઓએ પણ અહીંથી ઉત્સાહભેર ઝીણવટભરી માહિતી મેળવી હતી.

આ ઓધોગિક મુલાકાતમાં પોર્ટ પર થતી દરિયાઈ વાણિજ્યક અને બિનવાણિજ્યક પ્રવૃત્તીઓ જેવી કે જહાજને લાંગરવા માટેની જેટ્ટી(દરીયાઈ પુલ), જહાજમાં માલસામાન ભરવા અને ખાલી કરવા માટેની અધત્તન અને વિશાળકાય ક્રેઈનો, જહાજનાં સ્વાગત અને લાંગરવા માટે ઉપયોગમાં લેવામાં આવતું વિશિષ્ટ પ્રકારનું નાનું જહાજ એટલે કે ટગ, ખુલ્લા અને બંધબોડીના વિશાળકાય ગોડાઉનો વિશેની બારીકાઈપુર્વક માહિતી પોર્ટ મેનેજર દ્રારા પુરી પાડવામાં આવી હતી અને આવી અનેરી માહિતી મેળવતાની સાથે જ વિધાર્થિનીઓ આશ્ચર્યચકિત્ત થઈ ગઈ હતી.

- text

તદુપરાંત પારલે જી કંપનીમાં થતી વિવિધ કંપનીલક્ષી પ્રવૃતીઓ જેવી કે સંચાલનમાં ઉપયોગમાં આવતી 5’S ની પધ્ધતિ અને કંપનીની ઉત્પાદનમાં સ્વચ્છત્તા વિષેની સચોટ અને ઝિણવટભરી માહિતી મેળવી પુરી પાડવામાં આવી હતી. ત્યારબાદ બિસ્કિટ બનાવવા માટે કાચા માલસામાનનું મિશ્રણ, પરિક્ષણ, મોડલિંગ(ઘાટ), બેકિંગ(ઓવેન), કુલીંગ, પેકિંગ, વગેરે માહિતી પુરી પાડવામાં આવી હતી.

આ ઔધોગિક મુલાકાતના સુંદર આયોજન માટે મહાવિધાલયના અધ્યાપક મયુરભાઈ હાલપરા તથા સહઅધ્યાપક ચંદ્રેશભાઈ પરમારે ભારે જહેમત ઉઠાવી હતી.

- text