મોરબી જિલ્લાના રેશનકાર્ડ ધારકોએ આધારકાર્ડ અને બેન્ક એકાઉન્ટનું લીંકઅપ કરાવી લેવા તાકીદ

- text


મોરબી : સરકાર દ્વારા રેશનકાર્ડ ઉપરની જન્સીનું વિતરણ આધાર આધારીત કરવા ફરજીયાત સુચના મળતા મોરબી જિલ્લામાં નોંધાયેલ રેશનકાર્ડ સાથે કાર્ડધારકના કુટુંબના તમામ સભ્યોના આધારકાર્ડ નંબર તેમજ બેંક એકાઉન્ટનું લીંકઅપ તા.૩૦/૦૯/૨૦૧૮ સુધીમાં પુર્ણ કરાવી લેવા તાકીદ કરવામાં આવી છે.

- text

રેશનકાર્ડ સાથે આધાર નંબર સીડીંગ ફરજીયાત કરવાનો મુખ્ય આશય બોગસ રેશનકાર્ડને રદ કરવાનો છે. જેથી જરૂરીયાતમંદ લાભાર્થીને રેશનીંગની ચીજવસ્તુઓ જેવી કે અનાજ, ખાંડ, કેરોસીન વિગેરનો લાભ સરળતાથી મળી શકે અને જરૂરીયાતમંદ કુટુંબો અનાજથી વંચિત ન રહે તે હેતુથી મોરબી જિલ્લાના તમામ રેશનકાર્ડ ધારકોએ તાત્કાલીકના ધોરણે સંબંધિત તાલુકા મામલતદાર કચેરીએ પુરવઠા શાખામાં આધાર નોંધણી કરાવવા માટે બાકી રહેતા તમામ સભ્યોના આધારકાર્ડની ઝેરોક્ષ નકલ રજુ કરી રેશનકાર્ડ સાથે લીંકઅપ કરાવી લેવા જિલ્લા પુરવઠા અધિકારી મોરબી દ્વારા અનુરોધ કરવા જિલ્લા પુરવઠા અધિકારી મોરબી ની યાદીમાં જણાવામાં આવેલ છે.

 

- text