મોરબીનો ટ્રાફિક પ્રશ્ન હલ કરવા પાર્કિંગના દબાણો દુર કરાશે : સર્વે કરતા અધિકારીઓ

- text


કલેકટર, જિલ્લા પોલીસવડા અને ચીફ ઓફિસર દ્વારા શહેરના જુદા જુદા સ્થળોની મુલાકાત લેવાઈ

મોરબી : મોરબીનો સળગતો ટ્રાફિક પ્રશ્ન હલ કરવા જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસવડા અને ચીફ ઓફિસર દ્વારા સયુંકત પ્રયાસ રૂપે શહેરભરમાં પાર્કિંગ સ્થળો ખુલ્લા કરાવવા સયુંકત ઝુંબેશ શરૂ કરવા આજે જુદા-જુદા સ્થળોની વિઝીટ કરી એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે.

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાએ ટ્રાફિક પ્રશ્ને વિગતો આપતા જણાવ્યું હતું કે, આજે મોરબીના નવા, જુના બસસ્ટેન્ડ, લાતીપ્લોટ મેઈન રોડ, ગાંધી ચોક, ગાંધીબાગ અને માધાપર સહિતના વિસ્તારોની સાઇટ વીઝીટ કરી પાર્કિંગની જગ્યામાં ઉભા થયેલા દબાણો દૂર કરવા નક્કી કરાયું હતું.

વધુમાં તેમને ઉમેર્યું હતું કે ટ્રાફિક પ્રશ્ને સયુંકત ઝુંબેશ હાથ ધરવામાં આવશે જેમાં જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસવડા સહિતના અધિકારીઓ દ્વારા જુદા જુદા સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી.

- text

વધુમાં ટ્રાફિક નિવારવા નવા બસસ્ટેન્ડ નજીક સુપર માર્કેટ, ઓમશાન્તિ વિદ્યાલય અને સરદારબાગ નજીકના આડેધડ પાર્કિંગ બંધ કરાવાશે તેમજ લાતીપ્લોટ મેઈન રોડ અને જુના બસસ્ટેન્ડ નજીક પણ આજ રીતે વ્યવસ્થિત પાર્કિંગ સ્થળો ખુલ્લા કરાવવામાં આવશે.

આ ઉપરાંત માધાપરના આગળ પાછળના બન્ને ચોકને ખુલ્લા કરી ગાંધીબાગ તેમજ ગાંધીચોક જેવા ટ્રાફિક વાળા વિસ્તારમાં પણ યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા માટે સયુક્તપણે ઝુંબેશ શરૂ કરવામાં આવનાર હોવાનું ચીફ ઓફિસર સરૈયાએ અંતમાં જણાવ્યું હતું.

- text