મોરબી ત્રિપલ મર્ડર કેસના પાંચ આરોપીના નાર્કોટેસ્ટ કરાશે

- text


હત્યામાં સામેલ ન હોવાથી નાર્કો ટેસ્ટની આરોપીપક્ષની અરજી માન્ય : સાથે તમામ આરોપીના ૧૦ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર

મોરબી : મોરબીમાં ચકચારી ત્રિપલ મર્ડર કેસમાં પોલીસે ૧૨ આરોપીઓની ધરપકડ કરી અદાલત સમક્ષ ૧૨ દિવસના રિમાન્ડની માંગ કરતા અદાલતે તમામ આરોપીઓના ૧૦ દિવસના રિમાન્ડ મંજુર કરવાની સાથે પાંચ આરોપી હત્યા કેસમાં સામેલ ન હોવાનું કહેતા પાંચેયના નાર્કોટેસ્ટ કરવા હુકમ કર્યો હતો.

મોરબીના બોરીયાપાટી વિસ્તારમાં રવિવારની રાત્રીએ ખેલાયેલા ખૂની ખેલમાં જમીન મામલે પિતા – પુત્ર સહિત ત્રણની લોથ ઢળવા મામલે પોલોસે આરોપી ધનજીભાઈ મનસુખભાઈ ડાભી, કિશોરભાઈ શીવાભાઈ ડાભી, પ્રવીણભાઈ શીવાભાઈ ડાભી, સંજયભાઈ નારણભાઈ ડાભી, ભરતભાઈ નારણભાઈ ડાભી, જયંતી નારણભાઈ ડાભી, અશ્વિનભાઈ જીવરાજભાઈ ડાભી, ભરતભાઈ જીવરાજભાઈ ડાભી, કાનજીભાઈ મનસુખભાઈ ડાભી, શીવાભાઈ રામજીભાઈ ડાભી, મનસુખભાઈ રામજીભાઈ ડાભી, જીવરાજભાઈ રામજીભાઈ ડાભી રહે. બધા લીલાપરની બાજુમાં બોરિયાપાટી વાડી વાળા તમામની ધરપકડ કરી આજે અદાલત સમક્ષ ૧૨ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા.

- text

આ ચકચારી કેસમાં નામદાર અદાલતે તમામ બાર આરોપીઓના ૧૦ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા સાથો – સાથ આરોપી પક્ષે પાંચ લોકોની પોલીસે આ હત્યામાં સંડોવણી ન હોવા છતાં ધરપકડ કરી હોવાથી આરોપીપક્ષે પાંચેયના નાર્કો ટેસ્ટ કરવા અદાલત સમક્ષ માંગણી ઉઠાવી હતી. જેને પગલે અદાલતે ઝડપાયેલા આરોપીઓ પૈકી પાચ આરોપીઓના નાર્કોટેસ્ટ કરવા પણ હુકમ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

- text