ધ ડાર્ક નાઈટ : મોરબીમાં ગુજરાતના સૌથી મોટા ફેશન શોનું ૧૯મીએ ઓડીશન , રજીસ્ટ્રેશન શરૂ

- text


મિસ ગુજરાત, મિસ્ટર ગુજરાત, મિસિસ ગુજરાત, પરફેક્ટ કપલ અને ગ્રુપ પાર્ટીસીપેશન આમ ૫ કેટેગરીમાં યોજાશે ફેશન શો : ગુજરાતના અનેક શહેરોમાં ઓડિશન લેવાયા બાદ સિલેક્ટ થયેલા મોડેલ્સ માટે જામનગરમાં મોડેલ્સ નાઈટ અને ગ્રાન્ડ ફીનાલે યોજાશે

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીમાં ગુજરાતના સૌથી મોટા ફેશન શો ‘ધ ડાર્ક નાઈટ’ માટેના ઓડિશન રાઉન્ડનું ૧૯મીએ આયોજન કરવામાં આવ્યું છે. મિસ ગુજરાત, મિસ્ટર ગુજરાત, મિસિસ ગુજરાત, પરફેક્ટ કપલ અને ગ્રુપ પાર્ટીસીપેશન આમ ૫ કેટેગરીમાં ફેશન શો યોજાનાર છે. જેના માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાલ શરૂ થઈ ચૂકી છે.

ગુજરાતના લોકોને મોડેલ બનવા માટેનું યોગ્ય પ્લેટફોર્મ પુરૂ પાડવા ધ ડાર્ક નાઈટ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેશન શો ગુજરાતનો સૌથી મોટો ફેશન શો છે. આ ફેશન શોમાં મિસ ગુજરાત, મિસ્ટર ગુજરાત, મિસિસ ગુજરાત, પરફેક્ટ કપલ અને ગ્રુપ પાર્ટીસીપેશન આમ ૫ કેટેગરી રાખવામાં આવી છે. ફેશન શો માટે ગુજરાતના મુખ્ય એવા જામનગર, રાજકોટ, ગાંધીધામ, અમદાવાદ, બરોડા, વિદ્યાનગર, મોરબી અને જૂનાગઢ શહેરમાં ઓડિશન રાઉન્ડ રાખવામાં આવ્યા છે. 

- text

ગુજરાતના મુખ્ય શહેરોમાં ઓડિશન રાઉન્ડમા સિલેક્ટ થયેલા મોડેલ્સને જામનગરની ટીજીબી ખાતે બોલાવવામાં આવશે. જ્યા ખાસ મોડેલ્સ નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે ગ્રાન્ડ ફીનાલેની ઇવેન્ટ યોજાશે. જેમાં લોકપ્રિય સેલિબ્રિટી જજ તરીકે રહેશે સાથે સેલિબ્રિટી કોરિયોગ્રાફ પણ ઉપસ્થિત રહેશે. ગ્રાન્ડ ફીનાલે ૨૮ ઓક્ટોબરના રોજ યોજાનાર છે. વિજેતા મોડેલ્સ પર આકર્ષક ઇનામોની વણઝાર તો થશે જ સાથે આલ્બમ માટેના પ્રોફેશનલ ફોટોશૂટમાં ભાગ લેવાની તક પણ મળશે.મોરબીના નગરજનો માટે ફેશન શોના ઓડિશન રાઉન્ડનુ આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. ૧૯ના રોજ બીટકીલ ડાન્સ એકેડમી ખાતે ફેશન શોનો ઓડિશન રાઉન્ડ યોજાશે. આ ઓડિશન આપવા માટે સ્પર્ધકોએ સૌપ્રથમ એડમિશન ફોર્મ મેળવીને તેને ભરીને પરત કરવાનું રહેશે. આ ફોર્મ બીટકીલ ડાન્સ હાઉસ, સરગમ હાઉસ ઉપર, માણેક સોસાયટી નજીક, રવાપર રોડ, મોરબી ખાતેથી મેળવી શકાશે.

ફેશન શો અંગેની વધુ વિગત માટે ફારૂક કુરેશી મો.નં. ૯૬૨૪૫ ૨૦૪૨૨, ઉદય પટેલ મો.નં. ૯૭૧૨૩ ૪૪૩૨૩ અને ખુશી શાહ મો.નં. ૯૯૦૪૧ ૧૯૩૮૯નો સંપર્ક કરવા જણાવાયું છે. ધ ડાર્ક નાઈટ ફેશન શોના ઓર્ગેનાઇઝર હર્ષ સોની મો.નં. ૯૯૯૮૩ ૧૧૮૪૫, ભાવિન સોની મો.નં. ૯૮૯૮૮ ૨૮૨૩૪, હાર્દિક ગણાત્રા મો.નં. ૯૮૨૪૮ ૯૬૩૯૧ , રીતુ અગ્રવાલ મો.નં. ૯૮૯૮૫ ૭૬૪૫૪ તેમજ મેનેજમેન્ટ ટીમમાં જાનકી પટેલ, મમતા પટેલ, જીનલ પટેલ, અનુ ગીરી, રિદ્ધિ પંચમટિયા અને ભાર્ગવ મણીયાર કાર્યરત છે.

- text