મોરબીમાં વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રા નીકળી : સંગીત સંધ્યા યોજાઈ

- text


અધિકારીઓ અને પદાધિકારીઓએ એલઇ કોલેજના ગ્રાઉન્ડ ખાતેથી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ

મોરબી : મોરબીમાં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ આજે તિરંગા યાત્રા નીકળી હતી. એલઇ કોલેજેથી શરૂ થયેલી આ તિરંગા યાત્રા મુખ્ય માર્ગો પર ફરીને ઓમ શાંતિ ચોક ખાતે પૂર્ણ થઈ હતી. જ્યા સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

આવતીકાલે ૧૫મીએ સ્વાતંત્ર્ય પર્વ છે. ત્યારે મોરબીમાં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રા નીકળી હતી. એ તિરંગા યાત્રાનું મોરબી જિલ્લા કલેક્ટર, ડીડીઓ, જિલ્લા પંચાયત પ્રમુખ, ચીફ ઓફિસર અને ડે. કલેકટરે એલઇ કોલેજના ગ્રાઉન્ડ ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું. બાદમાં આ તિરંગા યાત્રા રવાપર રોડ, ઉમિયા ચોક અને ત્યાંથી નવા બસ સ્ટેન્ડ થઈને સરદારબાગ પાસે આવેલા ઓમ શાંતિ ચોક ખાતે પૂર્ણ થઈ હતી.

તિરંગા યાત્રાની પુર્ણાહુતી બાદ ઓમશાંતિ ચોક ખાતે સંગીત સંધ્યાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભક્તિના ગીતો રજૂ થયા હતા. લોકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને માણ્યો હતો.

 

- text