મોરબીના ગોકુલ નગર નજીક જુગાર રમતા સાત ઝડપાયા

- text


તાલુકા પોલીસે દરોડો પાડી ૨૦,૯૩૦ ની રોકડ જપ્ત કરી

મોરબી : મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પર ગોકુલનગર નજીક પોલીસે જાહેરમાં જુગાર રમતા સાત શખસોને ઝડપી લઈ રૂ. ૨૦,૯૩૦ ની રોકડ રકમ જપ્ત કરી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે બાતમીના આધારે રાત્રીના વાંકાનેર મોરબી નેશનલ હાઇવે પર ગોકુલનગર નજીક આવેલ એક્સેલ સીરામીકને કારખાના પાસે જાહેરમાં જુગાર રમી રહેલા (૧) રામભાઇ પાંચાભાઇ ભુતીયા (ર) ઈશ્વરભાઇ પોપટભાઇ બદરકીયા (૩) લાલજીભાઇ શિવાભાઇ મકવાણા (૪) રાજુભાઇ સવાભાઇ બાવરવા (૫) ભરતભાઇ પ્રવિણભાઇ ચાંડપા (૬) નિતુરાજ જૈરામરાજ રાજપુત (૭) ર્તીકુરામ ધનીરામ ગૌધીરાજપુત ઉવ.૩૫ રહે.તમામ એક્સેલ સિરામિક લેબર કવાર્ટર મકનસર પાસે તા.જી.મોરબી વાળાઓ રોકડા રૂ.૨૦૯૩૦ સાથે રેઇડ દરમ્યાન પકડી પાડી તમામ આરોપીઓ વિરૂધ્ધ મોરબી તાલુકા પો.સ્ટે.પાં સેકન્ડ ગુ.ર.નં…૩૩૮૭/૧૮ જુગારધારા કલમ-૧૨ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવેલ હતો.

- text