ટ્રક હડતાલ : મોરબીમાં આજે ટ્રાન્સપોર્ટ એસો.ની મૌન રેલી

- text


મોરબી : મોરબી સહિત દેશભરમાં છેલ્લા ચાર દિવસથી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા હડતાલ ચાલી રહી છે. આ હડતાલના પાંચમા દિવસે આજે મંગળવારે ટ્રાન્સપોર્ટ એસો. દ્વારા મૌન રેલી યોજવામાં આવશે.

વિવિધ પડતર પ્રશ્નોને લઈને ટ્રક ટ્રાન્સપોર્ટ દ્વારા સરકાર સામે લડત ચલાવવા માટે હડતાલ શરૂ કરવામાં આવી છે. આજે હડતાલના પાંચમા દિવસે મોરબીમાં ટ્રાન્સપોર્ટ એસો. દ્વારા મૌન રેલી યોજવામાં આવશે. જેમાં ૫૦૦થી વધુ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સભ્યો જોડાશે. આ મૌન રેલી સવારે ગેંડા સર્કલ ખાતેથી શરૂ થશે. બાદમાં નવલખી ફાટક થઈને કલેક્ટર કચેરી સુધી પહોંચશે.

- text

- text