વાંકાનેરના જાબુંડીયા ગામે વૃદ્ધને એક શખ્સે બાવળના બડીકાથી માર માર્યો

- text


વાંકાનેર : વાંકાનેરના જાંબુડિયા ગામે વક વૃદ્ધને શખ્સે બાવળના બડીકાથી માર માર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદના આધારે પોલીસે શખ્સની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરના રાજગઢ ગામે રહેતા કાળુભાઇ નાથાભાઇ અગેચડિયા ઉ.વ. ૬૦ જાંબુડિયા ગામે પોતાના સાળાની તબિયત પૂછવા માટે ગયા હતા. ત્યાથી પરત ફરતી વેળાએ ગામના ગેટ પાસે બળવંતભાઈ સોમાભાઈએ તેમને ગાળો ભાંડીને બાવળના બડીકા વડે માર મારી માથાના ભાગે ઇજા પહોંચાડી હતી.

બનાવ સંદર્ભે કાળુભાઇ નાથાભાઇ અગેચણીયાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.

 

- text