હળવદના દેવપુરગામે કિશોરીએ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું

- text


હળવદ : હળવદના દેવપુરગામે સિમ વિસ્તારમાં ઘરેથી મળેલા ઠપકાથી માઠું લાગતા કિશોરીએ ઝેર ગટગટાવી જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ હળવદના દેવપુરગામે સિમ વિસ્તારમાં રહેતા રવીનાબેન સોમાભાઈ આમલીપરા ઉ.વ. ૧૪ એ ભાઈને જમવાનું ન બનાવી દેતા આ બાબતે ઘરેથી ઠપકો મળ્યો હતો. આ ઠપકાનું માઠું લાગી જતા કિશોરીએ ઝેર ગટગટાવીને આપઘાત કરી લીધો હતો.

કિશોરીને પ્રથમ મંગલમ હોસ્પિટલે દાખલ કરવામાં આવી હતીન બાદમાં વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યા સારવાર કારગત ન નિવડતા કિશોરીનું મોત નીપજ્યું હતું.

- text