મોરબીમાં એટીએમની ચીપની કોપી મારી લાખો રૂપિયાનું ફ્રોડ

- text


એટીએમમાંથી કોઈ પૈસા ઉપાડી લેતા હોવાની ૨૨ લોકોની એસપી, એલસીબી અને સ્થાનિક પોલીસને અરજી : વોરાબાગનું એટીએમમાંથી ચીપની કોપી લાગતી હોવાની શંકા

મોરબી : મોરબીમાં છેલ્લા બે મહિનામાં ૨૨ લોકોના એટીએમમાંથી આપ મેળે પૈસા ઉપડી ગયા હોવાની એસ.પી. , એલ.સી.બી. અને સ્થાનિક પોલીસને અરજીઓ મળી છે. લોકોના એટીએમની ચીપની કોપી મેળવીને ઠગ દ્વારા અન્ય શહેરોમાંથી પૈસા ઉપાડી લેવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીમાં છેલ્લા ૨ મહિનાથી ૨૨ લોકો સાથે ફ્રોડ થયું છે. લોકોના એટીએમમાંથી આપમેળે પૈસા ઉપડી જતા એસ.પી , એલસીબી અને સ્થાનિક પોલીસને ફરિયાદોની અનેક અરજીઓ મળી છે. હાલ વોરાબાગમાં આવેલ એસબીઆઈના એટીએમમાંથી જે લોકો પૈસા ઉપાડે છે. તેમના એટીએમની ચીપની કોપી થતી હોવાની શંકા સેવાઇ રહી છે.

- text

ઠગ દ્વારા લોકોના એટીએમની ચીપની કોપી મેળવીને અન્ય શહેરોમાંથી રજાના દિવસોમાં પૈસા ઉઠાવી લેવામાં આવતા હોવાની લોકક ફરિયાદ કરી રહ્યા છે. એસબીઆઈની એક દિવસમાં પૈસા ઉપાડવાની લિમિટ રૂ. ૪૦ હજાર છે. જ્યારે લોકોના એટીએમમાંથી આપમેળે મોટી રકમ ઉપડવા લાગતા બેંક અધિકારીઓ પણ ચિંતિત બન્યા છે.

- text