મોરબીના સીરામીક વેપારીએ દીકરીના જન્મદિવસની ગૌશાળામાં ઉજવણી કરી

- text


અબોલ જીવો તેમજ દિવ્યાંગો, નિરાધાર અને જરૂરિયાતમંદોને ભોજન કરાવાયું

મોરબી : મોરબીના સીરામીક વેપારીએ તેમની વ્હાલસોયી દીકરીના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. સીરામીક વેપારીએ દીકરીના જન્મદિવસ પ્રસંગે ગૌ શાળામાં ગૌ માતા અને જરીરીયાતમંદોને ભોજન કરાવ્યું હતું.

મોરબીમાં સીરામીક મટિરિયલ્સનો વેપાર કરતા અને મૂળ ચકમપર ગામના હરેશભાઇ રામજીભાઈ રૂપાલાએ તેમની દીકરી તૃષાના જન્મદિન પ્રસંગે મોરબીના લીલાપર રોડ પર આવેલ યદુનંદન ગૌશાળા ખાતે અબોલ જીવો તેમજ દિવ્યાંગો, નિરાધાર અને જરૂરીયાતમંદ લોકો સાથે સમય વિતાવીને તેઓને ભોજન કરાવ્યું હતું. આ રીતે હરેશભાઈએ પોતાની લાડકવાયી દીકરીના જન્મદિને સેવાકાર્ય કરી યાદગાર બનાવ્યો હતો.

- text

- text