મોરબી : ખીસા કાતરુની હત્યા પ્રકરણના બીજા આરોપીને પોલીસે ઝડપી લીધો

- text


બંને આરોપીએ સાથી મિત્રની હત્યા કર્યા બાદ રાજકોટમાં રિક્ષાચાલકને શિકાર બનાવી લૂંટ આચરી હોવાની કબુલાત

મોરબી : મોરબી પોલીસે બે દિવસ પુર્વે યોગીનગરમા થયેલી અજાણ્યા યુવાનની હત્યાના ગુનાના બન્ને આરોપીઓને ૪૮ કલાકમાં ઝડપી પાડ્યા છે.આ હત્યા ચોરીના રૂપીયાની ભાગ બટાઈમાં થઇ હોવાનું તપાસ મા ખુલ્ય હતુ. એક આરોપી ઝડપાયા બાદ બીજા નાસતા ફરતા આરોપીને બી ડિવીઝન પોલીસે વીસીપરા નજીક થી ઝડપી પાડ્યો હતો. આરોપીઓએ રાજકોટ થોરાળા પોલીસ મથકની હદમા પણ ગુનો આચર્યો હોવાથી થોરાળા પોલીસ આ આરોપીઓનો કબ્જો લેશે.

મોરબીની આ ચકચારી ઘટનાની વિગતો જોઈએ તો રવિવારે મોરબીના શોભેશ્વર રોડ પાણીના ટાકા સામે મફતીયાપસ યોગીનગરની ધાર પાસે અજાણ્યા યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી અને કલાકોની જહેમત બાદ પણ આ અજાણ્યા યુવાનનો પતો લાગ્યો ન હતો બાદમાં વોટ્સએપમાં વાઇરલ થયેલા યુવાનના ફોટાના આધારે આ યુંવાન મહેશ મુન્નાભાઈ બદુરીયા ઉ. ૨૦ રે.વીરપુમર જલારામ,તા.જેતપુર, જી.રાજકોટ વાળો હોવાનું બહાર આવ્યું હતું બીજી તરફ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફ તથા મોરબી લોકલ કાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટાફ દ્રારા સંયુકત રીતે અલગ અલગ ટીમો બનાવી હત્યાને અંજામ આપનાર આરોપીઓ અંગે તપાસ શરૂ કરવામા આવી હતી.

આરોપી અજય ઉર્ફે ચીનો જગદિશભાઇ રાવલ જાતે નેપાળી બ્રાહમણ ઉ.૨૦ રહે. રાજકોટ જુના માર્કેટીંગ યાર્ડ પાસે વાળાએ પોતાના સહ આરોપી શૈલેષભાઇ ઉર્ફે તીતલીપોપટ ઉર્ફે ભોલો ઉર્ફે એલીયન રણછોડભાઇ ચાવડા જાતે કોળી રહે.રાજપર તા ચોટીલા જી સુરેન્દ્રનગર વાળા સાથે મળીને કરી હત્યા કરી હોવાનું ખુલતા પોલીસે અજય ઉર્ફે ચીનાને દબોચી લીધો હતો આ દરમિયાન પોલીસના હાથે ઝડપાયેલા અજય ઉર્ફે ચીનાએ હત્યા કબૂલી વટાણા વેરી નાખતા જણાવ્યું હતું કે મૃતક મહેશ સાથે મળી પોતે તેમજ સાગરીત શૈલેષ ઉર્ફે તીતલી પોપટની ત્રિપુટી સાથે મળી અવાર નવાર મોરબીમાં બસસ્ટેન્ડમા ખિસ્સા કાપવા આવતા હતા.

- text

આ હત્યા પૂર્વે જુના બસસ્ટેન્ડ મોરબીમાં ખિસ્સું કાપતા ૧૦,૦૦૦ રૂપિયાનો દલ્લો હાથ લાગ્યો હતો પરંતુ મૃતક મહેશે ભાગ બટાઈમાં અંચાઈ કરી ૮૦૦૦ પોતાની પાસે રાખી લઈ બાકીના પૈસા બન્ને આરોપીઓને આપતા શૈલેષ ઉર્ફે તીતલીપોપટ અને અજય ઉર્ફે ચીનાએ સાથે મળી મહેશનું કાસળ કાઢી નાખ્યું હતું આ ભેદભરમ વાળા હત્યાકેસનો ભેદ ઉકેલવા મોરબી ક્રાઇમ બ્રાન્ચ તથા મોરબી સીટી બી.ડીવી. પો.સ્ટે ના સ્ટાફને સંયુકત રીતે ઓપરેશન શરૂ કર્યું હતું અને ચોક્કસ હકિકત બાતમી મળતા અજય ઉર્ફે ચીનાને ત્રાજપર ચોંકડી પાસેથી ગુન્હાના કામમા ઉપયોગમાં લીધેલ હથીયાર છરી તથા મોબાઇલ નંગ-ર સાથે પકડી લીધો હતો.

જ્યારે સહ આરોપી શૈલેષભાઇ ઉર્ફે તીતલીપોપટ ઉર્ફે ભોલો ઉર્ફે એલીયન રણછોડભાઇ ચાવડા જાતે કોળી રહે.રાજપર તા ચોટીલા જી સુરેન્દ્રનગર વાળો પકડવાનો બાકી છે ઉલ્લેખનીય છે કે, આરોપી અજય ઉર્ફે ચીનાએ રાજકોટ શહેરમાં પણ ઇ પી કો ૩૦૭ ના ગુન્હાને અંજામ આપેલ હોવાની કબૂલાત આપતા ચોકી ઉઠેલી પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ શરૂ કરી હતી. બાદમાં બી ડિવીઝન પીઆઈ આર.કે.ઝાલા ,પીએસઆઈ એ.બી.જાડેજા સહતી ની ટીમે ૨૪ કલાક મા એક આરોપી અને બીજો આરોપી શૈલેષ ઉર્ફે તિતલી પોટટ ઉર્ફે ભોલો ઉર્ફે એલીયન રણછોડભાઈ ચાવડા જાતે કોળી ઉ.વ.૨૦ ધંધો મજુરી રહે.જુના માર્કેટીંગ યાર્ડ રાજકોટ મુળ રહેવાસી રાજપરા તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળા ને ગતરાત્રી ના સાડા નવ વાગ્યે વીસીફાટક નજીક થી પકડક પાડી ૪૮ કલાક મા મોરબી એલસીબી અને બી ડિવીઝન પોલીસે હત્યા નો ભેદ ઉકેલી નાખ્યો હતૉ.

બન્ને આરોપીએ આરોપીઓ એ મોરબી હત્યા નિપજાવ્યા બાદ રાજકોટ જઈ અમે ‘હત્યા કરી ના આવ્યા છીએ’ તેવુ કહી રિક્ષાચાલક ને છરી મારી લુટ ચલાવી હતી જેમા થોરાળા પોલીસના ઈન્ચાર્જ પીઆઈ સુખદેવસીંગ ગડું સહીતની ટીમે હત્યાની કોશીષને લુટના ગુનામા પકડાયેલ આરોપીઑનો કબ્જો લેવા તજવીજ હાથ ધરી છે આ સિવાય આ ટોળકી એ અન્ય કઈ કઈ જગ્યાએ ક્યા પ્રકાર ના ગુના આચર્યા છે એ તપાસ મોરબી એલસીબી ,બી ડિવીજન પૉલીસ ને રાજકોટ ના થોરાળા પોલીસે ઊંડાણ પુર્વક કરી રહી છે.

 

- text