વિસ્ફોટ કરી ખંડણી માંગવા પ્રકરણના આરોપી પાસેથી સ્ફોટક પદાર્થનો વધારાનો જથ્થો મળ્યો : વધુ ૩ સામે ગુનો

- text


વાંકાનેર નજીક કાર પાસે બ્લાસ્ટ કરીને ખંડણી માંગનાર બન્ને આરોપીઓએ પોલીસ રિમાન્ડ દરમિયાન વધારાના વિસ્ફોટક જથ્થાની માહિતી આપી : રાજકોટ જિલ્લાના વીંછીયા ગામના શખ્સોએ જીલેટિન ટોટા આપ્યાનું તપાસમાં ખુલ્યું

મોરબી : વાંકાનેર નજીક કાર પાસે વિસ્ફોટ કરી ખંડણી માંગવાના પ્રકરણના બે આરોપીઓ પાસેથી એસઓજી દ્વારા વધારાનો સ્ફોટક જથ્થો પકડી પાડી વધુ ૩ આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વધારાના ૩ આરોપીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

- text

વાંકાનેર નજીક કાર પાસે વિસ્ફોટ કરી મોરબીના વેપારી પાસેથી ખંડણી માંગનાર આરોપી હિતેશભાઇ જસમતભાઇ ગામી અને ઘનશ્યામભાઇ કચરાભાઇ વરમોંરાની ધરપકડ કરી અને આરોપીઓના રિમાન્ડ દરમિયાન વિસ્ફોટ કરવામાં આવેલ સ્ફીટક પદાર્થ જીલેટીન સ્ટીક ટોટા કુલ નંગ.૪ તથા ઇલેકટ્રોનિક ડેટોનેટર કુલ નંગ.૧ર નવી પીપળી ગામ… વુદાવન પાર્ક. વોકળામાથી કબજે કરી જે મુદામાલ આરોપી ધિરૂભાઇ મોહનભાઇ વાસાણી, રાયાભાઇ નરશીંભાઇ વાસાણી ૨હે.બંને અમસપુર તા.વિછીયા જી.રાજકોંટ વાળાઓએ ગેરકાયદેર રીતે વેચાણ કરી આપેલ હોય તેમજ આરોપી દેવાભાઇ પોપટભાઇ રાજપરા રહે.વિછીયા ઉગમણી બારી વિછીયા જી.રાજકોટ વાળાઓએ એક્સપ્લોઝીવ લાયસન્સની શરતોનો ભંગ કરી, કૂવો ગાળવા માટે શોર્ટ ફાયરરનુ લાયસન્સ ન હોવા છતા તમામ જથ્થો એક સાથે ગેરકાયદેસર રીતે સોંપી, વેચાણ કરી એકબીજાને મદઘ્ગારી કરી ગુનો કર્માનુ ફ્લીત પતા કુલ પાંચ આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ કામગીરીમાં મોરબી એસ.ઓ.જી.સ્ટાક પોલીસ ઇન્સ. એસ.એન સાટી, એએસઆઇ અનિલભાઇ ભટ્ટ, શંકરભાઇ ડોડીયા, જયપાલસિંહ ઝાલા, કિશૌરભાઇ મકવાણા, ફારૂકભાઇ પટેલ, પ્રવિંણસિંહ ઝાલા,મયુરધ્વજસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રભાઈ વાઘડીયા, ભરતસિંહ ડાભી જોડાયેલ હતા.

- text