હળવદ :ધનાળા ગામના પાટીયા નજીક ચાલુ ટ્રકે યુવાન નીચે પટકાતા મોત

- text


હળવદ : હળવદ – માળિયા હાઈવે પર કચ્છથી મીઠું ભરી રાજસ્થાન તરફ જતા હતા તે દરમિયાન ધનાળા પાટીયા નજીક ટ્રકમાંથી યુવાન નીચે પટકાતા ગંભીર ઈજાઓ પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા હળવદની સરકારી હોÂસ્પટલે સારવાર અર્થે ખસેડાયા હતા પરંતુ સારવાર મળે તે પહેલા યુવાનનું મોત નિપજયું હતુ.

- text

જાણવા મળતી વિગતો હળવદ-માળીયા હાઈવે પર આવેલ ધનાળા ગામના પાટીયા નજીક ૩.૩૦ વાગ્યાના અરસામાં કચ્છથી મીઠું ભરી પિતા-પુત્ર રાજસ્થાન જઈ રહ્યા હતા. તે દરમિયાન ચાલુ ટ્રકે અશોકગીરી ચેનગીરી ગોસ્વામી (ઉ.વ.૩૬) રહે. કોટા, રાજસ્થાન વાળાએ પોતાની ટ્રક નંબર આર.જે.ર૭. જીએ. ૯૯પપમાં જઈ રહ્યા હતા તે સમયે ટ્રકમાંથી પાનુ નીચે પડી જતા જાવા ગયા હતા તે દરમિયાન યુવાન નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા હળવદની સરકારી હોÂસ્પટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પરંતુ રસ્તા વચ્ચે મોત નિપજતા તબીબ ડો.કૌશલ પટેલે મૃત જાહેર કર્યું હતું.

 

- text