મોરબીના જેતપર નજીક ડમ્પરે માસૂમ બાળકનો ભોગ લીધો

- text


મોરબી : મોરબી નજીક જેતપર રોડ પર ડમ્પરે હડફેટે લેતા ૪ વર્ષના માસૂમ બાળકનું મોત નીપજ્યું હતું. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે ડમ્પર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના જેતપર રોડ પર કજારિયા સેનેટરી સામે જીજે ૦૩ એએક્સ ૭૫૪૩ નંબરના ડમ્પરે હડફેટે લેતા અયાન સંજયભાઈ પસાયા ઉ.વ.૪નું મોત નીપજ્યું હતું. આ મામલે બાળકના પિતા સંજયભાઈ પસાયાએ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text