મોરબી : સીરામીક ફેકટરીમાં પતરું બદલવા ઉપર ચડેલ યુવક નીચે પટકાતા મોત

- text


મોરબી : મોરબીની સિરામિક ફેકટરીમાં પતરું બદલવા ઉપર ચડેલ યુવક નીચે પટકાતા તેનું મોત નિપજયુ હતું. યુવાનના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મોરબીના ગાંધીબાગ નજીક નદીના કાંઠે વસવાટ કરતો હુશેનમિયા નરજીમિયા કાદરી (ઊવ ૩૦) નામનો યુવક મકનસર નજીકના વેનીશ સિરામિકમાં ઉંચાઈ પરથી પડી જતા તેનું મોત નીપજ્યું છે. યુવાન પતરું બદલાવવા જતા અકસ્માતે નીચે પડી જતા તેનું મોત થયું છે પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

- text

- text