મોરબી : ૧૫ દિવસથી ચાલતી ગ્રામીણ ડાક સેવકોની હડતાલ અંતે સમેટાઈ

- text


સાતમા પગાર પંચ સહિતની મોટાભાગની માંગણીઓ સ્વીકારાઈ

મોરબી : છેલ્લા પંદર દિવસથી ચાલતી ઓલ ઇન્ડિયા ગ્રામીણ ડાક સેવક યુનિયનોની દેશવ્યાપી હડતાળમાં આજે સરકાર દ્વારા મોટાભાગની માંગણીઓનો સ્વીકાર કરી લેવામાં આવતા હળતાલનો સુખદ અંત આવ્યો છે.

ઓલ ઇન્ડિયા ગ્રામીણ ડાક સેવક યુનિયન દ્વારા ગ્રામીણ ડાક કર્મચારીઓ માટે સાતમા પગાર પંચ નો અમલ લાગુ કરવા તથા સમાન વેતન, પેનશન પ્રથા લાગુ કરવા, મેડિકલ રજા આપવા તેમજ કાયમીનો દરજ્જો સહીત ૧૭પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે છેલ્લા પંદર દિવસથી હડતાલ શરૂ કરવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લાના ૨૪૦ જેટલા ગ્રામીણ ફક સેવકો જોડાયા હતા અને મુખ્ય પોસ્ટ ઓફીસ સામે ડાક કર્મીઓ સુત્રોચ્ચાર કરી ધરણા પ્રદર્શન યોજી રહ્યા હતા.

દરમિયાન મોરબી જિલ્લાના ગ્રામ્ય ડાક સેવકો અચોક્કસ મુદતની હડતાળમાં જોડાઈ જતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કામગીરી ઠપ્પ થઈ જવા પામી હતી.

- text

વધુમાં મોરબી જિલ્લામાં ૨૪૦ ગ્રામીણ ડાક સેવકો સાતમા પગારપંચનો લાભ ન મળતાં ઓલ ઇન્ડિયા ગ્રામીણ ડાક સેવક યુનિયન દ્વારા સાતમા પગાર પંચ માટે શ્રી કમલેશ ચંદ્ર કમિટીનું ગઠન કરેલું હોય જેનો આજદિન સુધી અમલ કરવામાં નહીં આવતા ફરી એક વખત હડતાલનું શસ્ત્ર ઉગામ્યું હતું જેમાં વાટાઘાટોના અંતે સરકાર સાથે સમાધાન થતા સતાવાર રીતે હડતાલ પૂર્ણ થઈ હોવાની જાહેરાત કરવાની સાથે મોટા ભાગની માંગણીઓ સંતોષાઈ જતા ગ્રામીણ ડાક સેવકોમાં ખુશીની લહેર છવાઈ હતી.

ઉલ્લેખનીય છે કે આ હડતાલ ઓલ ઇન્ડિયા ગ્રામીણ ડાક સેવક યુનિયન, એન.યુ. યુનિયન, તથા એન.એફ.સી. અને એફ.એન.પી. દ્વારા સંયુક્ત રીતે પાડવામાં આવી હતી જેમાં આજે ડાક કર્મચારીઓ માટે સાતમા પગાર પંચ નો અમલ લાગુ કરવા તથા સમાન વેતન, પેનશન પ્રથા લાગુ કરવા, મેડિકલ રજા આપવા તેમજ કાયમીનો દરજ્જો સહીતના મોટાભાગના પ્રશ્નો ઉકેલાઈ જતા હળતાલનો અંત આવ્યો હતો.

 

- text